Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મ્યુ. કોર્પોરેશનમાં ફાઇલોનો નિકાલ ચાલુ જ છેઃ ઉદિત અગ્રવાલ

રાજકોટ : મહાનગરપાલિકામાં કમિ. શ્રીની કચેરીમાં ફાઇલો પેન્ડીંગ હોવા બાબતે બહાર આવી રહેલી વિગતોમાં કશું તથ્ય નથી. ટેકનીકલ કામો અને વહીવટી પ્રક્રિયા સંબંધી ફાઇલોમાં જાળવવામાં આવી રહેલા અગ્રતાક્રમ અનુસાર ફાઇલોના ઝડપી નિકાલની પ્રક્રિયા ચાલુ જ છે. મ્યુનિ. કમિ.શ્રીએ ગત સપ્તાહમાં વિવિધ દરખાસ્તોના કામો સબબ તેમજ અન્ય કામો સબબ શહેરમાં વિવિધ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી તે દરમ્યાન સ્થળ પર ઉભા ઉભા જ ફાઇલ પર નિર્ણય લીધા હતાં. હાલ પણ રૂટીન  મહત્વની તમામ ફાઇલોનો નિકાલ થઇ ચુકેલો છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)