Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઓશો તો ઓશો છે

મારી નજરમાં ઓશો એક ચિંતક અને વિવેચક છે. આપણી જેટલી કાળજયી કૃતિઓ છે, કાળજયી દાર્શનિક, વિચારધારાઓ, ધાર્મિક માન્યતાઓ છે તેઓ તેના વિશ્લેષણકર્તા અને વિવેચક છે. તેમણે આ બધાનુ પોતાની દૃષ્ટિએ તાર્કિક વિશ્લેષણ કર્યુ છે. જેટલા પણ વિષયો પર ઓશો બોલ્યા છે, તે મેં વાંચ્યા છે. હું તેમની વાંચનશૈલીની પ્રશંસા કરૂ છું. તેમનું વાંચન બહુ પ્રભાવી હતુ કેમ કે તે બહુ સરળ હતું. તેમની જે ઉપમાઓ હતી તે માનવની ચેતના અને તેના સંસારમાંથી બહાર આવેલી હતી.

જે લોકો પોતાની રીતે કંઈ વાંચવા નથી ઈચ્છતા તેમના માટે તો ઓશોનું બોલેલુ જ પુરતુ અને કામનુ છે. આજકાલના જે તથા કથિત સંતો છે તેમને હું સંતોની શ્રેણીમાં રાખુ કે ન રાખુ તે હું નથી જાણતો પણ એટલુ કહી શકુ કે ઓશો તો ઓશો છે.

લીલાધર મંડલોઈ (ડાયરેકટર, ભારતીય જ્ઞાનપીઠ)

(3:53 pm IST)