Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મવડી-૩ના સીમના સર્વે નં.૩૦૭ની જમીન અંગે થયેલ દાવાના સંદર્ભે પ્રતિવાદીને કોર્ટની નોટીસ

રાજકોટ તા.૧૮: મવડી-૩ના સીમના રે.સ.નં.૩૦૭ની જમીન સબંધે દાખલ થયેલ કરાર પાલન અંગેના દાવામાં કોર્ટે પ્રતિવાદીને હાજર થવા નોટીસ ઇસ્યુ કરેલ છે.

રાજકોટ જિલ્લાના રાજકોટ શહેર (દક્ષિણ) તાલુકાના મોજે ગામ મવડી-૩ના સીમના રે.સ.નં.૩૦૭ની જુની શરતની પીયત પ્રકારની ખેડવાણ જમીન ક્ષેત્રફળ હેકટર ૨-૬૭-૦૯ ચો.મી.બરાબર એકર ૬-૨૪ ગુંઠા પ્રતિવાદી તથા તેના ભાઇ ધીરજલાલ રવજીભાઇ સોરઠીયા તથા બાબુભાઇ રવજીભાઇ સોરઠીયાના સંયુકત નામે અને ખાતે આવેલ છે, જેની રેવન્યુ રેકર્ડએ ગામ નમુના નં.૬ હકક પત્રકની નોંધ નં.૩૭૮૬ તથા ગામ નમુના નં.૮ના ખાતા નં.૧૯ થી સંયુકત નામથી આવેલ છે આ મિલ્કતમાં પ્રતિવાદી નં.૩નાનો ૧/૩ અવિભાજય હિસ્સો આવેલ છે. આ પ્રતિવાદીનો ત્રીજા ભાગનો અભિજય હિસ્સો પ્રતિવાદીએ અમો વાદીને રૂ.૩,૫૬,૧૨,૦૦૦ અંકે રૂપિયા ત્રણ કરોડ છપ્પનલાખ બાર હજાર પુરામાં વેચાણ આપવાનું નક્કી કરેલ. જે બદલ પ્રતિવાદીએ અમો વાદી જોગ તા.૩૦-૧-૨૦૧૯ના રોજ સદરહું જમીનનો કબ્જા રહીતનો રજીસ્ટર્ડ સાટાખતનો કરાર અનુક્રમ નં.૪૫૯ થી સાટાખતનો કરાર કરી આપેલ.

તા.૩૦/૦૧/૨૦૧૯ના રોજ સાટાખત કરી આપતી વખતે પ્રતિવાદીએ અમો વાદી પાસેથી રૂ.૨૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ પુરા ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સ રાજકોટના ચેક નં.૦૬૮૩૧૦ તા.૩૦/૦૧/૨૦૧૯થી સુથી તથા અવેજ પેટેની રકમ સ્વીકારેલી અને તે બદલ સાટાખતમાં પ્રતિવાદીએ પહોંચ કરી આપેલ છે. તેમજ તે દિવસે અમો વાદીએ પ્રતિવાદીને રૂ.૩૦,૦૦,૦૦૦ અંકે રૂપિયા ત્રીસ લાખ પુરા રોકડા ચુકવેલ જે સ્વીકાર્યા બદલ આ વાદીએ રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી સાક્ષી રૂબરૂ પહોંચ કરી આપેલ છે.

આમ દાવાવાળી જમીનનો રજી. વેચાણ દસ્તાવેજ બાકી રહેતી અવેજની રકમ રૂ.૩,૦૬,૧૨,૦૦૦ અકે રૂપિયા ત્રણ કરોડ છ લાખ બાર હજાર પુરા ચુકવી આપી કરાવવા અમો તૈયાર અને ખુશી હતા અને આજે પણ છીએ અને તે આ કરારની જે શરતોનું પાલન અમારે કરવાનું છે તે શરતોનું પાલન કરવા અમો પ્રથમથી જ તૈયાર અને ખુશી હતા અને આજે પણ છીએ. અમો વાદી પાસે સુથી તથા અવેજની રકમ ચુકવવા માટેની વ્યવસ્થા સાટાખત કરાર વખતે હતી અને આજે પણ બાકીનો અવેજ ચુકવવાની તમામ વ્યવસ્થા છે.

અમો વાદીએ કરારની શરત મુજબ પ્રતિવાદીને તેનો સંયુકત હિસ્સો અલગ કરાવી લઇ રેવન્યુ રેકર્ડએ તેની નોંધ દાખલ કરાવી અમો વાદી જોગ પ્રતિવાદીને આ દાવાવાળી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે જણાવેલ. પરંતુ હવે પ્રતિવાદી કરારની શરતોમાંથી ફરી જવા માંગતા હોય, પ્રતિવાદી તેનો હિસ્સો ઇરાદા પુર્વક અલગ કરાવતા નથી અને ખોટી રીતે સમય પસાર કરે છે.

જેથી આ મિલ્કત વેચનાર ખેડુતની સામે અમો વાદીએ દિવાની દાવો કરાર પાલન માટે કરેલ છે અને પેન્ડીંગ દાવા દરમિયાન મિલ્કત ટ્રાન્સફર કરે નહી તેવા મનાઇ હુકમની માંગણી કરેલ છે. અદાલતે પ્રતિવાદીને હાજર થવા અરજન્ટ નોટીસ ઇસ્યુ કરેલ છે.

(3:47 pm IST)