Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મેડીકલેઇમ અંગે કારણ વગર કાપેલ રકમ ગ્રાહક સુરક્ષા ફોરમે ગ્રાહકને પરત અપાવી

રાજકોટ તા.૧૮: રાજકોટના રહીશ અશ્વીનાબેન એલ.મહેતાએ મેડીકલેમ ઉતરાવેલ તેઓએ ની-રિપ્લેસમેન્ટની સર્જરી કરાવતા વગર કારણે પૈસા કાપી લેતા અશ્વીનાબેન એલ.મહેતાએ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ ફરિયાદમાં ઇન્સ્યોરન્સ કંપનીએ કોઇપણ કારણ વગર કાપેલ પૈસા પરત અપાવેલ હતા.

આ કેસની હકીકત એવી છે કે આ આ કામના અરજદાર એટલે કે અશ્વીનાબેન એલ.મહેતાએ પોતાની ની-રિપ્લેસમેન્ટની સર્જરી કરવા માટે અમદાવાદની શેલ્બી હોસ્પિટલ ખાતે સારવાર કરાવેલ જેની અંદર તેઓએ હોસ્પિટલનું થતુ બીલ ચૂકવી આપેલ ત્યારબાદ તેઓ ઇન્સ્યોરન્સ કંપનીને હાલની રકમની માગણી કરતા તેઓએ વિના કારણે રૂપિયા ૩૦૦૦૦ કાપી લીધેલા અને ઇન્સ્યોરન્સ કંપનીએ જણાવ્યુ કે હાલની રકમ તમોને મળવા પાત્ર નથી તેમ કહી બાકીનું પેમેન્ટ કરી આપેલ.

ત્યાર બાદ અરજદાર તરફથી ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ આપેલ તેમ છતાં પણ ઇન્સ્યોરન્સ કંપનીએ બાકી રહેતી રકમ ચુકવેલ ન હતી ત્યારબાદ અશ્વીનાબેન એલ.મહેતાએ ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરેલ ફરિયાદીની ફરિયાદની હકીકત જોતા તેમજ રજુ રાખેલ પુરાવાને જોતા ગ્રાહક સુરક્ષા ફોરમે ફરિયાદીની ફરિયાદ મંજુર કરેલ અને તેઓએ કાપેલ રકમ પરત અપાવેલ તેમજ હાલની ફરિયાદ ખર્ચના તેમજ માનસિક ત્રાસના રૂપિયા ૧૫૦૦ અપાવેલ હતા.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નીતેશભાઇ કથીરીયા, નીવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, વિશાલભાઇ સોલંકી, મોહિતભાઇ ઠાકર, જીતેન્દ્રભાઇ ધુડકોટીયા, વિજયભાઇ પટગીર, રાજેન્દ્રભાઇ જોશી, રોકાયેલા હતા.

(3:47 pm IST)