Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

શહેરનું સુકાન કોને સોંપવુ?: કાલે ભાજપ કાર્યાલયે સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ : પ્રદેશથી નેતાઓ આવે છે

રાજકોટ : સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ શહેરોના પ્રમુખોની રચના કરવા આવતીકાલે તા.૧૯ના મંગળવારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ મળી રહી છે. આ મીટીંગમાં પ્રદેશના નેતાઓ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહેશે. તેઓ સૌરાષ્ટ્રના અલગ - અલગ સંકલન સમિતિના સભ્યો સાથે ચર્ચાઓ કરશે. શહેરોમાં પ્રમુખપદ માટે ચર્ચાઓ કરવામાં આવશે તેમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશ મીરાણીએ જણાવ્યુ હતું

(3:46 pm IST)