Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રામનાથપરા નાલાથી સ્મશાન સુધી વોંકળો પહોળો કરવાના કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૭ માં રામનાથપરા નાલાથી સ્મશાન સુધીનો વોકળો પહોળો કરાવવાના તથા બાડેસી ગટર બનાવવાના કામનો પ્રારંભ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, વોર્ડના પ્રભારી સુરેન્દ્રસિહ વાળા, દંડક અજય પરમાર, કોર્પોરેટર મનીષ રાડીયા, મીનાબેન પારેખ, કિરીટ ગોહેલ, રમેશભાઈ પંડયાના  હસ્તે અને વોર્ડના કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય્ પરમાર, મીનાબેન પારેખ અને હીરલબેન મહેતાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ. આ તકે સંદીપ ડોડીયા, પુનીતાબેન પારેખ, વનીતાબેન દક્ષીણી, સુરેશ સીંધવ, ચંદ્રેશ પરમાર, પપ્પુ ચૌહાણ, જયોત્સનાબેન, કોમલબેન કારીયા, જુમાનાબેન, જયોતીબેન, ધર્મેશ દક્ષીણી સહીતના ઉપસ્થિત રહયા હતા. 

(3:38 pm IST)