Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પલ પલ ના માને ટીન્કૂ જીયા..કાલે રાજકોટીયન્સને ડોલાવશે જાવેદ અલી

મ્યુ.કોર્પોરેશનના સ્થાપના દિને રાત્રે ૮-૩૦ કલાકે રમેશ પારેખ રંગદર્શન ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સીંગરની સંગીત સંધ્યાઃ લોકોને આ કાર્યક્રમ માણવા પદાધિકારીઓને અનુરોધ

રાજકોટ તા. ૧૮ : મ્યુ.કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારીક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે મ્યુ.કોર્પોરેશનના ૪૬ વર્ષ પુર્ણ થયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડના સુપ્રસિદ્ધ ગાયક જાવેદી અલી મ્યુઝીકલ નાઇટનું આયોજન આવતીકાલે રાત્રે ૮-૩૦ કલાકે રેસકોર્ષ ખાતે કરવામાં આવ્યું છે.

 સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, આવતીકાલે તા.૧૯/૧૧/૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના ૪૭માં સ્થપાના દિન અંતર્ગત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ, ખાતે રાત્રે ૦૮ૅં૩૦ કલાકે સુપ્રસિદ્ઘ પ્લેબેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત સંગીત સંધ્યા ''સુર તરંગ'' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનું ઉદદ્યાટન માન.સાસંદ શ્રી મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, જાણીતા ઉદ્યોગપતિ રામભાઈ બરછા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

પ્લેબેક સિંગર જાવેદ અલી અને તેમની ટીમ દ્વારા તુ જો મિલા, જબ તક હે જાન, જશ્ન એ ઈશ્કા, ગુજારીશ, તુમ તક, તુમ મિલે, કુન ફાયા કુન, ખ્વાજા મેરે ખ્વાજા, મેલેડી, તથા નવા-જુના ગીતોની રમઝટ બોલાવશે.

ર૦૦૦થી ગાયક તરીકેની કારકિર્દીનો પ્રારંભ

જાવેદ અલી એક ભારતીય પાર્શ્વ ગાયક છે. તેમણે સને ૨૦૦૦થી હિન્દી ફિલ્મોમાં ગાવાનું શરૂ કરેલ. તેમનો જન્મ ૧૯૮૨મા દિલ્હી ખાતે થયેલ. તેમના પિતા પ્રસિદ્ઘ કવાલી ગાયક હતા. જાવેદ અલી ખાને ૨૦૦૮મા ફિલ્મ જોધા અકબરમા જશ્ન-એ-બહારા ગીત ગાયુ હતું, જે ખૂબ પ્રસિદ્ઘ થયું હતું. જેમાં તેને આઈફા ૨૦૦૯મા બેસ્ટ પ્લેબેક સિંગર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. જાવેદ અલીએ હિન્દી તથા બંગાળી, ઉર્દૂ, તમિલ, તેલુગુ જેવી અલગ અલગ ભાષામા પણ ગીત ગાયા છે. ૨૦૧૧મા તે સા રે ગા મા પા લીટલ ચેમ્પમા જજ બની ચુકયા છે.(

જાવેદ અલીના પ્રખ્યાત ગીતો

 તું  જો મીલા (બજરંગી ભાઇજાન)

 જબ તક બેજાન (જબ તક હૈ જાન)

 જશ્ન-એ-બહાના (જોધા અકબર)

 ગુઝારીસ (ગજની)

 તુમ મીલેે (તુમ મીલે)

 ઇશ્ક જાદે, ઇશ્કજાદે

 કઝરા  રે (બેટી ઓર બબલી)

 ઐરાગૈરા (કલંક)

 નગડા, નગાડા (જબવીમેટ)

(4:14 pm IST)