Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પારેવડી ચોકમાં દાદાગીરીઃ સીટી બસને આંતરી ૨૫ મિનિટ ટ્રાફીક જામ

એકટીવા ચાલકે ઓવરટેક કરવા બાબતે ડખ્‍ખો કરી કાયદો હાથમાં લીધોઃ એમ્‍બ્‍યુલન્‍સ પણ ફસાઇઃ ડખ્‍ખો કરનાર શખ્‍સ નામચીનનો ભાઇ હોવાની ચર્ચાઃ પોલીસે પૂછપરછ આદરી

રાજકોટઃ શહેરના પારેવડી ચોકમાં કુવાડવા રોડ તરફ જઇ રહેલી સીટી બસને ઓવરટેક કરવા પ્રશ્ને એકટીવા ચાલકે આંતરી સીટી બસના ચાલક સાથે ડખ્‍ખો કરી ગાળો આપી સરાજાહેર ધમાલ મચાવી ૨૫ મિનિટ સુધી ટ્રાફીકને જામ કર્યુ હતું. કેસરીહિંદ પુલપરથી પસાર થતી એમ્‍બ્‍યુલન્‍સ પણ ટ્રાફીકજામમાં ફસાઇ ગઇ હતી. બાદ કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્‍ચાર્જે તાકીદે કોલ આપતા એડીવીઝન પોલીસ મથકની પીસીઆર વાનના ઇન્‍ચાર્જ જયરાજસિંહ સહિતે તાકીદે સ્‍થળપર પહોંચી એકટીવા અને સીટીબસને સાઇડમાં લેવડાવી બંનેના ચાલકને પકડી ટ્રાફીક કલીયર કરાવ્‍યો હતો અને બંનેને બીડીવીઝન પોલીસ મથકે લવાયા હતા. બીડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એન.જે.જાડેજા તથા રાઇટર મહેશભાઇએ બંનેની પૂછપરછ કરી હતી. જેમાં એકટીવા ચાલક નામચીન ઇભલા કાથરોટીયાનો ભાઇ હોવાની ચર્ચાએ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:15 pm IST)