Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી

રાજકોટઃ દેશમાં ૧૪ નવેમ્બરથી પ્રથમ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરૂના જન્મદિનથી ૨૦ નવેમ્બર સુધી 'સહકાર સપ્તાહ'ની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા ૬૬માં અખીલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે જિલ્લા સંઘની ઓફિસે સહકારી ધ્વજવંદન મંત્રી ઇફકોનના ડિરેકટર તેમજ રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ.બેંક લી.ના ચેરમેન શ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ, સમુહમાં સહકાર ગીતનું વાંચન કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રથમદિન 'ગ્રામિણ સહકારી સંસ્થાઓ દ્વારા નવા સાહસોનો પ્રારંભ' દિનની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમમાં જીલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી પ્રવિણભાઇ એમ.રૈયાણી, રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેન મગનભાઇ ઘોણીયા, રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ના ગોવિંદભાઇ રાણપરીયા, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લી.ના ચેરમેન રવજીભાઇ હિરપરા, કોમર્શીયલ કો-ઓપ.બેંક લી.ના એમ.ડી બીનાબેન, સી.ઇ.ઓ. તથા જનરલ મેનેજર પુરૂષોતમભાઇ પીપરીયા રાજ બેંકના સી.ઇ.ઓ તથા જનરલ મેનેજર ખોખરા જીલ્લા સંઘના ડિરેકટરો જીલ્લા સંઘ મહિલા સમિતિના કન્વીનર પ્રફુલાબેન સોની તથા મહીલા સમીતીના સભ્ય, ગુજરાત સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટના ઇ.પ્રિન્સીપાલ સ્ટાફ તથા તાલીમાર્થીઓ તેમજ જુદી જુદી સહકારી સંસ્થાઓમાંથી સહકારી આગેવાનો, અધીકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ ધ્વજ વંદન કાર્યક્રમમાં રાજય સંઘ આયોજિત સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઉત્કૃષ્ટ કામ કરનાર અર્બન સહકારી બેન્કોના શિલ્ડ હરિફાઇ યોજવામાં આવેલ. જેમાં શ્રી રાજકોટ કોમર્શીયલ કો-ઓપ. બેન્ક લી., રાજકોટ પ્રથમ નંબર આવેલ તેઓને આકર્ષક શિલ્ડ, જયેશભાઇ રાદડીયાએ એનાયત કરેલ, શ્રી ધરતી કો-ઓપ. બેન્ક લી., રાજકોટ દ્વિતીય નંબર આવેલ તેઓને આકર્ષક શિલ્ડ, મગનભાઇ ઘોણીયાએ એનાયત કરેલ તેમજ શ્રી રાજકોટ પીપલ્સ કો-ઓપ.બેન્ક લી., રાજકોટ તૃતીય નંબર આવેલ તેઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર ગોવિંદભાઇ રાણપરીયાએ એનાયત કરેલ. જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના ચેરમેનશ્રી મગનભાઇ ધોણીયાએ પ્રાસંગીક પ્રવચન દ્વારા સ્વાગત પ્રવચન કરેલ. આ ધ્વજવંદનનું સંચાલનનું સી.ઇ.આઇ.શ્રી એ.જે. ઘેટીયાએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સંઘના એકઝી.ઓફિસરથી પરેશભાઇ ફેફર તથા જિલ્લા સંઘના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(11:37 am IST)