Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ભગવતીપરા અને કેવલમ્ સામે કવાર્ટરમાં દરોડાઃ ૨૮૮ બોટલ દારૂ સાથે સદામ ઉર્ફ ડાબો અને પ્રિયેશ ઉર્ફ બેટરી પકડાયા

ક્રાઇમ બ્રાંચના સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા અને યુનિવર્સિટીના હરપાલસિંહ જાડેજા, મુકેશ ડાંગર તથા નિર્મળસિંહ ઝાલાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા.૧૮: શહેર પોલીસે દારૂના દરોડા પાડી રૂ. ૧,૦૯,૨૦૦નો ૨૮૮ બોટલ દારૂ પકડી લેવાયો હતો. કાર, મોબાઇલ ફોન સહિત મળી ૨,૬૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ અને અનિલભાઇ સોનારા તથા કોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી પરથી ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માંથી સદામ ઉર્ફ ડાબો અનવરભાઇ જાફાઇ (ઉ.૨૦)ને રૂ. ૬૭,૨૦૦ના ૧૬૮ બોટલ દારૂ સાથે પકડી લઇ દારૂ તથા ફોર્ડ કાર જીજે૦૧એચપી-૦૮૦૪ તથા એક ફોન મળી રૂ. ૨,૨૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. એસીપી જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, હરદેવસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે અન્ય દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. મુકેશ ડાંગર, નિર્મળસિંહ ઝાલાની બાતમી પરથી પુષ્કરધામ રોડ કેવલમ સામે આરએમસી કવાર્ટર બ્લોક નં. ૨૯માં ચોથા માળે કવાર્ટર નં. ૧૬૯૪માં રહેતાં પ્રિયેશ ઉર્ફ આશિષ ઉર્ફ બેટરી અરવિંદભાઇ સોલંકી (ઉ.૨૦)ને રૂ. ૪૨ હજારના ૧૨૦ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ ડીસીબીમાં બે અને યુનિવર્સિટીમાં બે મળી ચાર દારૂના ગુના નોંધાયા હતાં અને પાસામાં પણ જઇ આવ્યો છે. એસીપી પી. કે. દિયોરા અને પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, પુષ્પરાજસિંહ જાડેજા, મુકેશ ડાંગર, નિર્મળસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિમોહન સૈની, એસીપી જયદિપસિંહ સરવૈયા, એસીપી પી.કે. દિયોરાની સુચના હેઠળ આ બંને દરોડાની કામગીરી થઇ હતી.

(10:03 am IST)