Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કન્ટ્રકશન સાઇટ પરથી ૯૦ હજારના ૪૫ નળની ચોરી કરનારા બે શખ્સ અને રિક્ષા ચોરીમાં એક પકડાયો

કાનો અને રાજેશ દેવીપૂજક તથા શ્યામ ઉર્ફ શામળ ભરવાડ માલવીયાનગરના કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી ઝપટે ચડ્યા

રાજકોટ તા. ૧૮: આઠેક દિવસ પહેલા નાના મવા રોડ પર સંદિપભાઇ વાડોદરીયાની શિવોહમ કન્ટ્રકશન સાઇટ પરથી વીટ્રા કંપનીના ૪૫ બ્રાસ નળની ચોરી થઇ હતી. આ અંગે માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ચોરીનો ભેદ કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી ઉકેલી બે દેવીપૂજક શખ્સો થોરાળાના કાના ગોવિંદભાઇ બરાસરીયા (ઉ.૨૨) તથા કુબલીયાપરાના રાજેશ પપ્પુભાઇ ધાંધલપરીયા (ઉ.૨૪)ને આનંદ બંગલા ચોકમાંથી પકડી લઇ મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ઉપરાંત ઉપરોકત ત્રણેય પોલીસ કર્મચારીઓની બાતમી પરથી જ એક રિક્ષા ચોરીનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે. જેમાં સહકાર રોડ પર શ્રીનગર-૬માં રહેતાં ભરવાડ શખ્સ શ્યામ ઉર્ફ શામળ નારણભાઇ ડાભી (ઉ.૩૫)ને પુનિતનગર પાણીના ટાંકા પાસેથી ચોરાઉ રિક્ષા નં. જીજે૧૦ડબલ્યુ-૧૦૪૭ સાથે પકડી લેવાયો છે. આ શખ્સ અગાઉ પણ ભકિતનગર, માલવીયાનગર અને પ્રન.ગર પોલીસમથકમાં ચોરીઓના ગુનામાં પકડાઇ ચુકયો છે.

એસીપી જે. એસ. ગેડમ અને પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ પી.એલ. ધામા, હેડકોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, ભાવીનભાઇ ગઢવી, હરેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(10:03 am IST)