Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા માટે શ્રદ્ધાંજલી કાર્યક્રમ

વિશ્વ શ્રદ્ધાંજલિ દિન અંતર્ગત અકસ્માતમાં સ્વજન ગુમાવ્યા તેવા 50થી વધુ કુટુંબોએ પુષાંજલી અર્પી

રાજકોટ :રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનનાર માટે વિશ્વ શ્રદ્ધાંજલિ દિન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માર્ગ અકસ્માતમાં સ્વજન ગુમાવનાર 50 થી વધુ કુટુંબો આવ્યા હતા અને પોત પોતાના સ્વજનોના ફોટા પર પુષાંજલી અર્પણ કરી હતી આ વેળાએ ચિત્રનગરીના જીતુભાઇ ગોટેચાની ટિમ દ્વારા સ્મરાંજલી ગીત શ્રદ્ધાંજલિ રૂપે રજૂ કરાયું હતું

   શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ માર્ગ અકસ્માતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ નહિ કરવાથી અકસ્માતો નિવારી શકાય તે બાબતે ચર્ચા કરી હતી અને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નાગરિકો પ્રત્યે સંવેદના દાખવી તેમના કુટુંબીઓને દિલસોજી પાઠવી હતી

    પોલીસ કમિશ્નરે આવા માર્ગ અકસ્માત ના બને તે માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આહવાન કર્યું હતું અને માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાના કુટુંબીજનોને પી,એમ નોટ,ઇન્કવેસ્ટ,પંચનામું વિગેરેની જરૂરિયાત હોય તો પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું

   આરટીઓ ઇન્સ્પેકટર જે,વી,શાહ તરફથી માર્ગ અકસ્માતમાં વાહન અંગેના પ્રમાણપત્રની જરૂર જોય તો તેમનો સંપર્ક કરાશે તો તાકીદે પુરા પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું બાદમાં અવસાન પામેલાની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું

(6:51 pm IST)