Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભીમનગરમાં ઘોડીપાસાના પાટલા પર ક્રાઇમ બ્રાંચનો ૯ પકડાયાઃ ૫૧ હજારની રોકડ કબ્‍જે

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરીની રાહબરીમાં હેડકોન્‍સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, હરદેવસિંહ, નિશાંતભાઇ, મહેશભાઇ સહિતની ટીમે શનિવારી બજાર ભરાય છે તેની પાછળના રોડ પર ભીમનગરમાં દરોડો પાડી ઘોડી પાસાનો જૂગાર રમતાં જાહીદ મહમદભાઇ પારેખ (ઉ.૨૯), હિરેન રસિકભાઇ આડેસરા (ઉ.૩૦), કમલેશ ભીખાભાઇ દાફડા (ઉ.૪૩), અબ્‍દુલ ગફારભાઇ મેમણ (ઉ.૩૫), કિશોર દામજીભાઇ મહિડા (ઉ.૩૭), અમિત ધીરૂભાઇ મેર (ઉ.૨૬), મુકેશ ભાઇલાલભાઇ ઉધરેજીયા (ઉ.૩૨), અનવર હુશેનભાઇ લીંગડીયા (ઉ.૩૨) તથા કિરીટ દેશળભાઇ ભટ્ટી (ઉ.૪૨)ને પકડી લઇ રૂા. ૫૧૯૪૦ તથા બે નંગ ઘોડીપાસા કબ્‍જે લીધા છે. 

(11:57 am IST)