Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મોરબી રોડ કલ્‍પતરૂ સીટીમાં પ્રજાપતિ પરિવાર પાવાગઢ દર્શને ગયો ને ઘરમાંથી ૧,૮૩,૦૦૦ની ચોરી

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર રાધા મીરા રોડ પર કલ્‍પતરૂ સીટી-બીમાં રહેતાં અને સાઉન્‍ડ સિસ્‍ટમનું કામ કરતાં ધીરૂભાઇ બાબુભાઇ હળવદીયા (પ્રજાપતિ) (ઉ.૩૫)ના ઘરમાંથી તસ્‍કરો રોકડા અને સોના ચાંદીના દાગીના મળી રૂા. ૧,૮૩,૫૦૦ની મત્તા ચોરી જતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. જેબલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૧૫મીએ ધીરૂભાઇ હળવદીયા પરિવારજનો સાથે પાવાગઢ દર્શને ગયા હતાં. ૧૬મીએ પાછા આવ્‍યા ત્‍યાં સુધીમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા હતાં.

(11:56 am IST)