Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

મોડી સાંજે રાજકોટ- જામનગર હાઈવે ઉપર બેફામ અનરાધાર વરસાદઃ ભયાનક વિજળીના ચમકારા

રાજકોટઃ રાજકોટ-જામનગર હાઈવે ઉપર પડધરી-ધ્રોલ વચ્ચે સાંજે 6-15 વાગ્યે અડધી કલાકમાં અનારાધાર ભયંકર વરસાદ વરસી રહયો છે રોડની બન્ને સાઈડ અનેક વાહનો ઉભા રહી ગયાં છે. આભ ફાટયું હોય તેવો વરસાદ પડી રહેલ છે.

પડધરી થી ધ્રોલ બન્ને તરફ ખેતરો છલોછલ પાણીથી ભરાય ગયેલ છે વિજળીના ભયંકર કડાકા ભડાકા સાથે આ લખાય છે ત્યારે બેફામ વરસાદ ચાલુ છે. ખેડૂતો ભારે ચિંતામાં મુકાય ગયાં છે.

(6:32 pm IST)