Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ફેબ ફેશનઃ શનિ- રવિ દિવાળી સુશોભનની વસ્તુઓનું પ્રદર્શનઃ મહિલાઓ દ્વારા આયોજન

જવેલરી, ગારમેન્ટ, હોમ ડેકોર, હેન્ડી ક્રાફટ, ડેકોરેટીવ ક્રાફટ સહિતની વસ્તુઓનો ખજાનો ઉપલબ્ધ બનશેઃ મીરા ભટ્ટ- બ્રિન્દા પટેલ- શિલ્પા જોષી

રાજકોટ,તા.૧૮: રંગીલા રાજકોટમાં દિવાળીની શોપિંગ માટે સૌથી વિશાળ એકિઝબિશન ''ફેબ ફેશન ૨૦૧૯'' ન ું તા.૧૯ અને ૨૦ (શનિ-રવિ) એમ બે દિવસ સવારે ૧૦ થી રાત્રિના ૧૦ સુધી અમીનમાર્ગ કોર્નર, ૧૫૦ ફૂટ રીંગ રોડ ઝેડ બ્લ્યુ સામે ડુંગર દરબાર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે.

આ એકિઝબિશનનો હેતુ માત્ર નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ તેમજ મહિલાઓને વ્યવસાય માટે પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ બે દિવસ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી રહેશે. આવતીકાલે સાંજે મેયર બીનાબેન આચાર્ય સહિતના ભાજપના આગેવાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરાશે. 

તા.૧૯ના  સાંજે ૬ થી ૧૦ સુધી ફેશન શો અને પર્સનલ ગ્રૂમિંગ તેમજ તા. ૨૦ ના રોજ રવિવારે વેસ્ટર્ન અને બ્રાઇડલ શો રાખેલ છે. તેમજ પહેલી પાંચ હજાર એન્ટ્રી ને રૂ.૫૦૦ ગિફ્ટ વાઉચર એટ્કશન હેર સલુન એન્ડ એકડમી તરફથી આપવામાં આવશે. આ સાથે ફૂડ કોર્ટ , કિડ્સ ઝોન , સેલ્ફી ઝોન લાઈવ મ્યુઝીક , ટેટુ આર્ટીસ્ટ અને મહેંદી આર્ટિસ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

મુંબઈની જેમ હવે રાજકોટ પણ ખરીદી અને ફેશનનું હબ બન્યું છે ત્યારે આ એકિઝબિશનમાં એક જ સ્થળેથી દિવાળી ને અનુરૂપ વિવિધ આઇટમો મળી રહેશે જેવી કે જવેલરી ગારમેન્ટ , હોમ ડેકોર, હેન્ડીક્રાફ્ટ, ચોકલેટ, દીવા ,ગિફ્ટ બોકસ, ગિફટ આર્ટીકલ , ડેકોરેટિવ લાઈટ , ક્રોકરી તેમજ એન્ટિક વસ્તુઓ અહીંથી મળી રહેશે તેમજ ફૂડ ઝોન પણ   રાખેલ છે.

આ અંગે વધુ માહિતી માટે મો. નંબર ૬૩૫૧૧૧૯૪૧૦ , ૯૪૨૬૩૧૭૬૩૦ પર સંર્પક કરી શકાશે.

આયોજનમાં મીરા ભટ્ટ, બ્રીન્દા પટેલ અને શિલ્પા જોષી જોડાયા છે.

(4:12 pm IST)