Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દેવપરા પાસેથી મકસુદ કડીવાર ચોરાઉ ટુવ્હીલર અને મોબાઇલ સાથે પકડાયો

રાજકોટ તા. ૧૮: શહેરના દેવપરા પાસે શ્રમશ્રદ્ધા ચોક પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે ચોરાઉ ટુવ્હીલર અને મોબાઇલ ફોન સાથે પીજારા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા એસીપી એચ.એલ.રાઠોડે વાહન ચોરી કરતા શખ્સોને પકડી પાડવા માટેની સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડ કોન્સ વિક્રમભાઇ ગમારા, સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ, હિરેનભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, રાજેશભાઇ, હિતેષભાઇ તથા રવિરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિક્રમભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે દેવપરા પાસે શ્રમશ્રદ્ધા ચોક પાસે કાવેરી એપાર્ટમેન્ટ પાછળના ખુલ્લા પટ્ટમાંથી નંબર વગરના ચોરાઉ ટુવ્હીલર સાથે મકસુદ ફીરોઝભાઇ કડીવાર(ઉ.૧૯) (રહે. જંગલેશ્વર-૩૧) ને પકડી લઇ પુછપરછ કરતા તેણે આ ટુવ્હીલર જંગલેશ્વરમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. બાદ તેની તલાશી લેતા ચોરાઉ મોબાઇલ ફોન પણ મળી આવ્યો હત. તે મોબાઇલ તેણે ગત તા. ર૧/૯ના રોજ જંગલેશ્વર શેરી નં. ૩૪માં રહેતા અફઝલભાઇ અલીભાઇ હાલેપોત્રાના મકાનમાં પ્રવેશ કરી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી તપાસ આદરી છે.

(4:11 pm IST)