Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

૧૫ દિ'માં રાજકોટ શહેર-જીલ્લામાં ૨૬૯૨ મિલ્કતોના ૨૦૯ કરોડના દસ્તાવેજો નોંધાયા

સબ રજીસ્ટ્રાર ઝોન મોરબી રોડમાં સૌથી વધુ ૫૭૮ દસ્તાવેજોની નોંધણી થઈઃ વિંછીયા ઝોનમાં સૌથી ઓછા ૧૭ દસ્તાવેજ નોંધાયા

રાજકોટ, તા. ૧૮ :. લાંબા સમય બાદ દસ્તાવેજ નોંધણીનું કામ કરતી સબ રજીસ્ટ્રાર કચેરીમાં નવરાત્રી અને પૂનમ સુધીના શુભ દિવસોમાં કામ પૂરજોશમાં ચાલુ રહ્યુ હતું.

છેલ્લા ૧૫ દિવસમાં રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૨૬૯૨ દસ્તાવેજો નોંધણીમાં ૨૦૯ કરોડના દસ્તાવેજો નોંધાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ સબ રજીસ્ટ્રાર રાજકોટ ઝોન-૩ રતનપરમાં ૩૮૮, સબ રજીસ્ટ્રાર ઝોન-૫ મહુવામાં ૨૪૯, સબ રજીસ્ટ્રાર ઝોન-૮, રાજકોટ ગ્રામ્ય, સબ રજીસ્ટ્રાર રાજકોટ ઝોન-૧ ૩૬૯, સબ રજીસ્ટ્રાર ઝોન કોટડાસાંગાણી ૧૭૧, ધોરાજીમાં ૧૧૪ અને મવડી ઝોન ૩૨૯ દસ્તાવેજો નોંધાય હતા.

સૌથી વધુ સબ રજીસ્ટ્રાર ઝોન-૨ મોરબી રોડમાં ૫૭૮ અને વિંછીયામાં સૌથી ઓછા ૧૭ દસ્તાવેજો નોંધાયા છે.

જેતપુરમા ૨૫૯, જસદણ ૧૩૪, રૈયા ૩૬૩, કોઠારીયા ૧૯૭ અને ગોંડલમાં ૩૨૪, લોધીકામાં ૨૬૬, પડધરીમાં ૭૮, જામકંડોરણામાં ૨૨ દસ્તાવેજો નોંધાયા છે.  મંદી - મંદીની બુમ વચ્ચે આખરે દસ્તાવેજ નોંધણીમાં ચમક દેખાઈ આવી છે.

(3:58 pm IST)