Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

માણેકવાડાના એટ્રોસીટી - ખૂનના ગુનામાં વચગાળાના જામીન મંજુર

રાજકોટ તા.૧૮: માણેકવાડાના એટ્રોસીટી તથા ખુનના ગુનામાં બે આરોપીઓના વચગાળાના જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

કોટડા સાંગાણીના માણેકવાડા ગામમાં બાપાસીતારામની મઢુલી પાસે રાજેશ સૌદરવા તથા મિલન સૌદરવા સાથે માણેકવાડાના દરબારો વચ્ચે માથાકુટ થયેલી હતી. અને રાજેશ સૌદરવાની હત્યા  થયેલ  હતી. જેમા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૩૨૬, એટ્રોસીટી એકટ વગેરેના કામ સબબ ગુનો નોંધાયેલ હતો. આ ગુનાના કામે ૮ આરોપીઓની ધરપકડ થયેલી જેમાના મોટાભાગના આરોપીઓ ૬ માસ થી જ્યુડિશ્યલ કસ્ટડીમાં હોય જેમાંથી ધ્રવરાજસિંહ અને દિવ્યરાજસિંહ જાડેજા એ જેલમાંથી કોલેજ પરિક્ષા આપવાની હોય જે કારણોસર દિવસ-૧૫ની વચગાળાની માનવતાના ધોરણે જામીન અરજી કરેલ હતી.

આ બન્ને અરજીઓ સેસન્સ કોર્ટે (ગોંડલ)નાએ તેમના ભવિષ્યને ધ્યાને લઇ દિવસ-૭ના વચગાળાના જામીન પર મંજુર કરવાનો  હુકમ કરેલ છે.  આ કામે બચાવપક્ષના એડવોકેટ તરીકે વિજયરાજસિંહ એસ.જાડેજા રોકાયેલા હતા.

(3:54 pm IST)