Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિવ્યાંગોએ પણ ગાંધીજી સાથે દાંડી કૂચ કરીઃ મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો જાણ્યા

રાજકોટઃ. રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલ-ગાંધી મ્યુઝીયમ ખાતે તા. ૧૨ થી ૧૮ ઓકટોબર સુધી ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે મલ્ટી મિડીયા પ્રદર્શનનંુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનુ યુવાધન ગાંધીજીના વિચારો સાથે જોડાઈને એક શ્રેષ્ઠ ભારત સાથે ગાંધી મૂલ્યો સાથેના ભારતનું નિર્માણ કરવા સૌ સાથે જોડાઈ તે માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગુજરાત હેડ ધીરજભાઈ કાકડિયા અને રીઝનલ આઉટરીઝ બ્યુરોના સૌરાષ્ટ્ર ઝોનલ હેડ દેવેન્દ્રભાઈ ત્રિવેદીની આગેવાનીમાં આયોજીત આ પ્રદર્શનમાં દરરોજ મોટી સંખ્યામાં વડીલો અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા માટે પ્રયત્નશીલ બન્યા છે ત્યારે આજે રાજકોટના આઈટીઆઈમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને માણ્યુ હતું. ટેકનોલોજીના ઉપયોગથી પ્રદર્શનમાં ગાંધીજીની દાંડી યાત્રાને જીવંત કરાઈ છે. જેમાં ગાંધીજી સાથે દાંડી યાત્રા કરીને દિવ્યાંગોએ આ પ્રદર્શન નિહાળ્યુ હતું. પ્રદર્શન સ્થળે દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગાંધીજીના મૂલ્યો વિશે માહિતગાર કર્યા હતા. દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રદર્શન સ્થળે આવવા-જવા માટે તથા પ્રદર્શન નિહાળવા માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તસ્વીરમાં પ્રદર્શન નિહાળી રહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(3:53 pm IST)