Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દીવાળી કાર્નીવલનો ધમધમાટઃ રેસકોર્ષ રીંગરોડ ઝળહળશે

રાજકોટ : દીવાળીનો નજારો નિહાળવો હોય તો રેસકોર્ષ રીંગ રોડ પર ચકકર મારવી પડે. મહાનગર પાલીકાએ શુભ દિપાવલી કાર્નીવલના કરેલ આયોજન અંતર્ગત સમગ્ર રેસકોર્ષ રીંગ રોડ પર લાઇટીંગ, ડેકોરેશનન, કમાનોનું કાર્ય પુર જોશમાં ચાલી રહ્યુ છે. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષભાઇ વાગડીયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. જે તસ્વીરમાં પ્રતિત થાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)