Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભાજપના ઠાકર, પાઠક અને ડાભી પરમીટ માટેના એજન્ટો

સિવિલના દેકારા અને દારૂની પરમીટ પ્રકરણે કોંગી આગેવાનોનો ભાજપ પર વળતો પ્રહાર : ભાજપના આક્ષેપો પાયાવિહોણા : સાબીત કરે તો જાહેર જીવન છોડી દઇશ : સાગઠીયા : કાલની જનરલ બોર્ડમાં ભાજપને ભીંસ પડતા મુદ્દો 'ડાયર્વટ' માટેના હવાતીયાઃ કાલરીયા : ભાજપ અને મ્યુનિ. કમિશનર સાચા આંકડા જાહેર કરવામાં 'ગેંગેફેફે' : રાજાણી-આસવાણી

રાજકોટ,તા.૧૮:  મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીની સંયુકત  યાદી જણાવે છે કે આજરોજ ભાજપ દ્વારા જે વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ઉપર દારૂની પરમીટનાં અંગત આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને ભાજપને અમારી ખુલ્લી ચેલેન્જ છે ક વશરામભાઈ સાગઠીયાના મોબાઈલમાંથી સિવિલ સુપ્રિટેન્ડન્ટને કોઈપણ પ્રકારની ભલામણનો જો કોઈ મેસેજ કર્યો હોય તો હું મારું જાહેર જીવન છોડવા તૈયાર છું . રોગચાળા બાબતે થાકી ગયેલ અને ગેગેફેફે કરનાર અને ખોટા આંકડા જાહેર કરનાર ભાજપના શાસકો જો પોતાના જ અધિકારીઓ ઉપર કંટ્રોલ ના હોય અને પોતાના જ અધિકારીઓ તેમને ખોટી માહિતી આપતા હોય અથવા પોતે જ પોતાના પાપ છુપાવવા માટે ખોટા આંકડા પ્રેસમાં આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે અમારી કોંગ્રેસના કોર્પોરેટરોની ભાજપના તમામ મિત્રોને ખુલ્લી ચેલેન્જ છે કે તેઓેએ આપેલ રોગચાળાના આંકડાઓ બાબતની જો જાહેર ચર્ચા કરવી હોય તો ત્રિકોણબાગ ખાતે જાહેર મંચમાં તમારા સમયે અને તારીખે રોગચાળા બાબતે જાહેરમાં ચર્ચા કરવા અમારી ખુલ્લી ચેલેન્જ છે, રોગચાળાને નાથી ન શકનાર સરકારના અધિકારી અને  પદાધિકારીઓ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે તેના પ્રતિનિધિ રૂપે સ્ટેન્ડીંગના ચેરમેન ઉદય કાનગડ પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે જે સ્ટેન્ડીંગના ચેરમેન જે વોર્ડમાંથી ચુંટાયેલ છે તે વોર્ડના મતદારો ને મળતા પણ નથી અને પોતાના ફોન પણ ઉપાડતા નથી તેવા કોર્પોરેટરને પ્રજાની પરેશાનીની કોઈ જાણકારી ના હોય તેવા પ્રજાના પ્રતિનિધિ પાસે ખોટા આક્ષેપો કરવા સિવાઈ હવે કાઈ બચ્યું નથી.

શ્રી સાગઠીયાએ જણાવેલ કે, સ્ટેન્ડીંગના ચેરમેનને જણાવવાનું કે પહેલા પોતાનું ઘર સંભાળો અને કેમ કે,  ભાજપના હોદ્દેદારો અને સભ્યોના નામ અમે  જાહેર કરીએ છીએ જેમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના કાર્યાલય મંત્રી અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય જયંત ઠાકર કે જે પોતે સિવિલ હોસ્પીટલમાં કોન્ટ્રાકટરને દબાવી પોતાના મળતિયાને નોકરી અપાવે છે અને પરમીટ કાઢવાની દલાલી કરે છે (૨) ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના પીએ પાઠકભાઈ ના ભાઈ પાઠક એ પોતે પણ ભાજપના હોદ્દેદાર હોય તે પણ પરમીટ કઢાવવાની દલાલી કરે છે (૩) તેવા જ ભરત  ડાભી કે જે યુવા ભાજપના મહામંત્રી છે તે પણ પરમીટ કઢાવવાની એજન્ટની કામગીરી કરે છે વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને પૂર્વ કોર્પોરેટર કાન્તીભાઈ દ્યેટીયા પોતાની હેલ્થ પરમીટ ના મંજુર થતા સરકાર માંથી દબાણ લાવી સિવિલ સુપ્રિટેન્ડન્ટ પાસે ના મંજુર થયેલ પરમીટ મંજુર કરાવેલ છે. આથી પણ વધારે ભાજપને જો વધારે માહિતી જોઈતી હોય તો કોંગ્રસને ભાજપ  સમયે અને સ્થળે જાહેરમાં જાહેર ચર્ચા કરવા તૈયારછે તેવી ચેલેન્જ શ્રી સાગઠીયાએ આપી  છે.

કોંગ્રેસના કોર્પોરેટર રસીલાબેન ગરૈયાનો જયારે આગામી જનરલ બોર્ડમાં બીજો પ્રશ્ન હોય અને તે જાહેર હિત, આરોગ્ય લક્ષી અને રોગચાળા વકરી રહ્યા હોય તે બાબતે હોય અને ખોટા આંકડા જાહેર કરવાના હોય અને ભાજપના અને તંત્રના  ભોપાળા છતાં થવાનાં હોય તેનાથી ભાજપ અને કમિશ્નરને ખુલ્લા પડી જવાની બીક લાગતી હોય અને પોતાની કામગીરી ન કર્યા નો પર્દાફાશ થવાની બી કે ભાજપે યેનકેન પ્રકારે પોતાનો બચાવ કરવા જનરલ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન વાહિયાત પ્રશ્ન પૂર્ણ કરવાની રણનીતી અપનાવવાને બદલે  કોંગ્રેસના બીજા લોક પ્રશ્ન બાબતે ચર્ચા કરવી જોઇએઙ્ગ

(3:51 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષ સૌરવ ગાંગુલીને પોતાના ચહેરા તરીકે ઉતારશે:. તાજેતરમાં જ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ચૂંટાયેલા સૌરવ ગાંગુલીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ મમતા બેનર્જી સામે ભાજપના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે મેદાનમાં ઉતારે તેવી પૂરી સંભાવના છે access_time 1:14 am IST

  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST

  • સીરિયામાં યુદ્ધ વિરામને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતી : સીરિયામાં આગામી પાંચ દિવસ તુર્કીમાં કોઈપણ સૈન્ય ઓપરેશન નહિ કરે : અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પૅસે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે તુર્કી ઉતરી સીરિયામાં પોતાનું સૈન્ય અભિયાનને આગામી 120 કલાક સુધી રોકશે : અમેરિકા કુર્દદળને વ્યવસ્થિત રીતે વાપસી કરવામાં મદદ કરશે access_time 1:11 am IST