Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વોર્ડ નં.૧૧માં પાણીના ધાંધીયાઃ કોંગ્રેસ આંદોલન કરશે

મવડી વિસ્તારમાં પાણી પ્રશ્ને અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોરનિંદ્રામાં: સોમવારે કોંગી કોર્પોરેટર વસંતબેન માલવીની આગેવાનીમાં વેસ્ટઝોન કચેરીએ ઘેરાવ અને તાળા બંધી

રાજકોટ તા.૧૮: શહેરના વોર્ડ નં.૧૧ના વિવિધ વિસ્તારમાં પાણી પ્રશ્ને મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકોને અવાર નવાર રજુઆત કરવા છતા આ સમસ્યા હલ નહિ  થતાં કોંગી કોર્પોરેટર વસંતબેન માલવી અને કોંગી અગ્રણીઓની આગેવાનીમાં સોમવારે વેસ્ટ ઝોન કચેરી ખાતે ઇજીનેરોનો ઘેરાવ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આ અંગે વસંતબેનએ જણાવ્યુ હતુ કે, વોર્ડ નં.૧૧માં છેલ્લા કેટલાક સમયથી પાણીનો પ્રશ્ન હલ થયો નથી આગમી ૩દિ'માં આ સમસ્યા નહિ ઉકેલાય તો સોમવારે વેસ્ટઝોને કચેરીએ ઘેરાવ કરી તાળા બંધી કરવામાં આવશે. તેમ ચિમકી ઉચ્ચારવાાં આવી છે.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર ત્થા ગુજરાત મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા તથા વોર્ડ નં.૧૧નાં કોંગી પ્રકાશભાઇ, વાલજીભાઇ લકકર, ધીરૂભાઇ ટીલાળ, કિશોરભાઇ વાગડીયા, વિપુલભાઇ તારયરા,જીગ્નેશભાઇ બાવાજી, મહેલભાઇ ગોહેલ, રમેશભાઇ સખીયા, નીરૂભાઇ બોરીચા, હરદેવસિંહ, સુરજભાઇ ડેર, અરીવંદભાઇ હરસોળ, કિરણભાઇ ગોહેલ, ભુપતભાઇ ચાવડા, અનિલભાઇ જોશી, ચિરાગભાઇ પટેલ, નિખિલભાઇ રોવટીયા, કિશોરભાઇ સાવલીયા, વિપુલભાઇ શીખલીયા સહિતના આગેવાનો કોર્પોરેટરો તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે.

(3:49 pm IST)