Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિવાળી પર્વે એલ.જી દ્વારા લક્કી ડ્રો સ્કીમઃ ૪ કરોડ સુધીના ઇનામ જીતવાની તક

રાજકોટઃ એલજી દ્વારા ગ્રાહકો માટે દિવાળીના તહેવારોમાં લકી ડ્રો સ્કીમ રજુ કરવામાં આવી છે. જેમાં એલજી હોમ એપ્લાયન્સિસની ખરીદી પર ગ્રાહકોને ઇનામો જીતવાની તક આપે છે. જેમાં હાલમાં જ ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાયેલ લકી ડ્રોમાં આણંદની દેસાઇ એજન્સીમાંથી એલજી પ્રોડકટ ખરીદનાર રિપલબેન, રાજકોટની કિરણ ટેલિવિઝનમાંથી ખરીદી કરનાર ભારતીબેન અને વડોદરાની વિજય સેલ્સમાંથી ખરીદી કરનાર હેમુભાઇ એલજી સાઇડ બાઇ સાઇડ રેફ્રિજરેટર જીત્યા છે. જયારે ૮ ઓકટોબરના રોજ યોજાયેલ લકી ડ્રોમાં અમદાવાદના વિશ્વ એન્ટરપ્રાઇજમાંથી ખરીદી કરનાર વિશાલભાઇ, જામનગરની લક્ષ્મી એજન્સીમાંથી ખરીદી કરનાર દિનેશચંદ્ર અને સચિનની અવધૂત ઇલેકટ્રોનિકસમાંથી ખરીદી કરનાર અનવર કાઝી સાઇડ બાઇ સાઇડ રેફ્રિજરેટર જીત્યા છે અને ૧૪ ઓકટોબરના રોજ યોજાયેલ લકી ડ્રોમાં અમદાવાદની સમાંતર સેલ્સ એન્ડ સર્વિસમાંથી ખરીદી કરનાર, ફોરમ જોશી, ધ્રાંગધ્રાની સતનામ રેડીઓ સેન્ટરમાંથી ખરીદી કરનાર વસરામભાઇ અને વલસાડની મહાવીર એજન્સીમાંથી ખરીદી કરનાર જતીનભાઇ એર કંડીશનર જીત્યા છે. એલ જીની આ ઓફર હજી ૩૦ ઓકટોબર સુધી ચાલુ છે. નજીકના એલજી શોપમાં કોઇપણ એલજી હોમ એપ્લાયન્સિસ ખરીદી લકી ડ્રોમાં વિજેતા બનવાની તકનો લાભ લઇ શકાશે.

(3:45 pm IST)