Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા કેન્સર અવેરનેસ રેલીમાં કણસાગરા કોલેજની ૧૦૦૦ બહેનો જોડાઇ

રાજકોટ તા.૧૮: તાજેતરમાં કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડીવીઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીના સહયોગથી 'બ્રેસ્ટ કેન્સર જાગૃતિ મહિનો' અંતર્ગત વિશાળ રેલી સાથે કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયેલ.

NSS પ્રોગ્રામ ઓફીસર ડો.યશવંત ગોસ્વામીના નેતૃત્વમાં આયોજીત કાર્યક્રમ માટે KCPF ના ચેરમેન સુર્યકાંત ભાઇ ભાલોડીયા વાઇસ ચેરમેન શાંતિભાઇ ફળદુએ વિશેષ જહેમત ઉઠાવી કણસાગરા કોલેજમાં આયોજીત કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજયભાઇ દેસાણી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા પ્રાસંગિક ઉદ્દબોધન બાદ ડો.દેસાણીના હસ્તે રેલીનું પ્રસ્થાન થયેલ. ડો.દેસાણીએ કેન્સર અવરેનેસ અંગે કુંડારીયા ફાઉન્ડેશનના પ્રયત્નો અને સમાજસેવાને બીરદાવવાની સાથે ઉપસ્થિત ૧૦૦૦ થી વધુ બહેનોને કેન્સરના રોગથી જાગૃત બનવા અપીલ કરેલ.

આ પ્રસંગે ઉપસ્થિત ડે.કલેકટર જયેશભાઇ પટેલ, ગૌરાંગ સંઘવી (ટ્રસ્ટી-રાજકોટ કેન્સર સોસાયટી) ડો.વી.કે.ગુપ્તા (મેડીકલ ડાયરેકટર કેન્સર સોસાયટી) ડો.અમી મહેતા (ગાયનેકોલોજીસ્ટ) અરૂણભાઇ પટેલ (CEO-KCPF) દેવાંગભાઇ માંકડ (મેને.ટ્રસ્ટી-પંચનાથ હોસ્પિટલ) અને KCPFના પ્રોગ્રામ મેનેજર ડો.રાધિકા જાવીયાએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કેન્સર અને બ્રેસ્ટકેન્સર વિશે માહિતી માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે મેડીકલ કોલેજ રાજકોટના ડીન ડો.ગૌરવી ધ્રુવી, ઉપરાંત શાંતિભાઇ ફળદુ, સુર્યકાંત ભાલોડીયા, કિશોરભાઇ કુંડારીયા ગૌરાંગભાઇ સંઘવી (ચેરમેન કેન્સર હોસ્પિટલ), ડો.જે.જે.કાલરીયા (મેડીકલ ઓફીસર કેન્સર હોસ્પિટલ) અને બીટી સવાણી કીડની હોસ્પિટલ તેમજ કેન્સર હોસ્પિટલના હોદેદારો અને ડોકટર્સ ઉપસ્થિત રહ્યા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ભાલોડિયા ખાસ ઉપસ્થિત રહેલ.

કેન્સર અવેરનેસ કાર્યક્રમ બાદ આયોજીત રેલીમાં કણસાગરા કોલેજની ૧૦૦૦ થી વધુ બહેનો અને મહિલા પ્રાધ્યાપકો ઉપરાંત આત્મીય કોલેજના NSS વોલંટીયર્સ અને વીરબાઇમા મહિલા કોલેજના પ્રોગ્રામ ઓફીસર ડો.ઇન્દુબેન બુધ્ધદેવ અને કણસાગરા કોલેજના પ્રોગ્રામ ઓફીસર ડો.યશવંત ગોસ્વામી અને ડો.આર.સી.પરમાર ઉપરાંત કેન્સર સોસાયટીના તમામ સ્ટાફ રેલીમાં જોડાયો હતો.

કુંડારીયા ટ્રસ્ટના ચેરમેન સુર્યકાંત ભાઇ ભાલોડીયા અને વાઇસ ચેરમેન શાંતિભાઇ ફળદુએ જણાવેલ કે ૪૦ વર્ષથી વધુ વયના બહેનો માટે બ્રેસ્ટ કેન્સર ટેસ્ટ મેમોગ્રાફી જેનો ચાર્જ રૂ.૨૫૦૦ છે એ ટેસ્ટ ૧૦૦૦ બહેનોને તદન ફ્રી કરી આપવામાં આવશે ફ્રી મેમોગ્રાફી ટેસ્ટ કરાવવા ઇચ્છતા બહેનોએ સંસ્થાની હોસ્પિટલનો સંપર્ક કરવા એક યાદી જણાવે છે.

(3:44 pm IST)