Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સિવિલ હોસ્પિટલમાં ઈ-રીક્ષા મુકાઈ : દર્દીઓ વિનામૂલ્યે લાભ લઈ શકશે

રાજકોટ : અહિં સૌરાષ્ટ્રની મુખ્ય સિવિલ હોસ્પિટલ કે જે બહુ મોટી જગ્યામાં છે ત્યારે સારવાર લેવા આવતા તમામ દર્દીઓ સ્ટેચર નહિં પણ 'ઈ-રીક્ષા'નો વિનામૂલ્યે લાભ લઈ શકશે.

આ 'ઈ-રીક્ષા' રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ પ્રારંભ કરાવેલ. મુખ્ય અતિથિપદે મેયર બીનાબેન આચાર્ય - રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા - મહાનગર પાલિકા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી - રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ - કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ રાજકોટ મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન જયમીન ભાઈ ઠાકર - રાજકોટ સિવિલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઈ ઠાકર, રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા - રાજકોટ મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધ્રુવ - જાણીતા ડો.અમિતભાઈ હાપાણી - ડો.જાગૃતિબેન મહેતા, ડો.અતુલભાઈ પંડ્યા, ડો.ચેતનભાઈ લાલસેતા, ડો.કરમટા, સિવિલ હોસ્પિટલ આર.એમ.ઓ. ડો. રોય, ડો.રાજુભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.  આમ હવેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર તથા તમામ દર્દીઓ ઈ-રીક્ષાનો વિનામૂલ્યે લાભ લઈ શકશે. કુલ ૬ ઈ-રીક્ષા મૂકવામાં આવી હોવાનું જણાવાયુ છે.

(3:43 pm IST)