Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

SBI સ્ટાફ યુનિયનની સ્થાપનાના સફળ ચાર દાયકા પૂર્ણઃ અજય બદાનીનું નેતૃત્વ

રાજકોટ, તા.૧૮: રાષ્ટ્રની સૌથી મોટી બેંક સ્ટેટ ઓફ ઇન્ડીયાના ગુજરાત રાજયના બીન રાજકીય કર્મચારી સંગઠન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એમ્પલોઇઝ યુનિયન (અમદાવાદ કોમરેડ સ્થાપનાના સફળ ચાર દાયકા પૂર્ણ કરીને ૪૧માં વર્ષમાં મંગલપ્રવેશ કરેલ છે.

યુનિયન ૧૯૨૬ના ભારતીય ટ્રેડ યુનિયન એકટ હેઠળ નોંધાયેલ સંસ્થા છે. યુનિયન ઇન્ટુક સી. બી એમ એસ કે કોઇ સાથે સંલગ્ન નથી. સંપૂર્ણપણે યુનિયન બીન રાજકીય સંગઠન છે. યુનિયનના હોદેદારો બેંકના કર્મચારીઓ જ હોય છે. ગુજરાતભરની સ્ટેટ બેંકની એક હજારથી વધુ શાખાઓના ૧૧ હજાર વધુ એવોર્ડ સ્ટાફના કર્મચારીઓ યુનિયનના સભ્યો છે.

યુનિયનની સ્થાપના દિવંગત કોમરેડ આર ઓ શાહે કર્મચારીઓને એક અને સંગઠિત રાખવા તેમજ કર્મચારીઓના કોઇ પ્રશ્નો હોય તો તેને ઉકેલ આવે તેમજ કર્મચારી બીમાર પડે, નિવૃત થાય કે આકસ્મિક મૃત્યુ પામે તેવા કિસ્સામાં સહાયરૂપ થવું એવી શુભ ભાવનાથી કરેલ.

યુનિયનનું અધિવેશન દર ત્રણ વર્ષે રાજયના અલગ-અલગ શહેરમાં યોજાય છે. તેમાં યુનિયનના હોદેદારોની દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. યુનિયન દ્વારા સભ્ય કલ્યાણની સાથે સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે જન કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.

યુનિયનના સભ્યોને વાજબી દરે ગુણવતાયુકત 'વસ્તુઓ' મળી રહે તે માટે પોતાની માલિકીના રાજયના પાંચ મહાનગરોમાં કન્ઝયુમર સ્ટોર ચાલે છે સભ્યોને જોઇએ ત્યારે નજીવા દરે સરળતાથી ધિરાણ મળી રહે તે માટે ક્રેડીટ સોસાયટી ચાલી રહી છે. યુનિયન પોતાની વેબસાઇટ છે યુનિયનના સભ્યો-પરિવારજનો માટે અમદાવાદ -અંબાજી, સોમનાથ, આબુ, ગોવામાં અતિથિગૃહોની સુવિધા ઉપલબ્ધ છે.

યુનિયનનું હેડકવાર્ટર અમદાવાદ છે સુરત, બરોડા, ગાંધીનગર, રાજકોટ  વિભાગીય ઓફિસ છે જયાંથી યુનિયનનું તમામ કાર્ય હાથ ધરાય છે.

ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશનના પ્રેસીડેન્ટ કોમરેડ અજયભાઇ બદાની અને સૌરાષ્ટ્રના કારાભાઇ મિયાણી સર્કલ યુનિયનનું  સુકાન સંભાળી રહેલ છે. યુનિયનની હેડકવાર્ટરની  અજય બદાનીની દેવ દુર્લભ ટીમ અનિલભાઇ શાહ, અનિલ ડાવર, ગુણવંત પટેલ, એચ.એન મલહોત્રા રોહિત સંઘવી, કિલોટ ધરાડ, વી.કે.સૈયદ, પ્રદિપ નાયર, પિયુષ વ્યાસ, એસ.કે. શાહ, ભરત આકાણી, જવલંત ભટ્ટ વગેરે યુનિયનના સભ્યો માટે સતત સક્રિય જાગૃત રહી નિષ્ઠાપુર્વક પ્રશંસનીય સેવા યુનિયનમાં આપી રહેલ છે.

સંગઠનની સ્થાપનાને ચાર દાયકા પૂર્ણ થતા યુનિયનના રાજકોટ વિભાગના અગ્રણીઓ મીતેશ ગાંધી, અનુપમ દોશી, સંજય મહેતા, ઉમેદસિંહ જાડેજા, ચિંતન માંડવીયા, સચિન ચાવડા, જગદીશ વાઘેલા, મયુર મહેતા, અમીત વજીર, હર્ષ સંઘવી વગેરેએ શુભકામનાઓ પાઠવી છે.

(3:42 pm IST)