Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બોમ્બે સુપર હાયબ્રીડ સીડ્સ લી.ની કોર્પોરેટ ઓફીસ તથા કોલ્ડ સ્ટોરેજનું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા-ગોવિંદભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન

થાઇ ઇન્ડસ્ટ્રી સીડ્સ એસોસીએશનના પ્રેસીડન્ટ પણ હાજર રહ્યા

રાજકોટ : બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લીમીટેડ, ભરતભરમાં કૃષિ ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવતી કંપની છે. હાલ કંપની દ્વારા નવી કોર્પોરેટ ઓફિસ તથા પ૦૦૦ એમટી મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભારતભરના ડિલર, ડિસ્ટ્રીબ્યુટર તથા ગુજરાત રાજયના ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે થાઇ ઇન્ડસ્ટ્રી સીડ્સ એસોસીએશનના પ્રેસીડન્ટ, શ્રી જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રી) તથા શ્રી ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્યશ્રી) ઉપસ્થિત રહ્યા હતા.  આ સાથે જ કંપની ૧.પના રેશીયોથી બોનસ ઇસ્યુ લાવી રહી છે. જેની રેકોર્ડ તારીખ ર૩ ઓકટોબર નિધારિત કરેલ છે.  કંપનીના એમ.ડી. શ્રી પીન્ટુભાઇ પટેલે  (મો. ૯૮૯૮૧  ૦ર૪પ૮) જણાવેલ કે, આવનારા સમયમાં બોમ્બે સુપર હાયબ્રીડ સીડ્સ લીમીટેડ ભારતભરમાં નંબર ૧ સ્થાન મેળવવા માટે કટીબદ્ધ છે.

(3:41 pm IST)