Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રૂદ્રા ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. ૧૮: અત્રે શ્રી રૂદ્રા ક્રેડીટ કો. ઓ. સોસાયટીના લોનીને ચેક રિર્ટનનાં કેશમાં એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર તરીકે ફરિયાદી મંડળીને ચુકવવા હુકમ અદાલતે હુકમ કર્યો હતો.

આ કેશની હકીકત એવી છે કે રાજકોટ ખાતે શ્રી રૂદ્રા ક્રેડીટ કો. ઓ. સોસાયટી રાજકોટ શહેરમાં જરૂરીયાત મંદોનેસોસાયટીના નિયમો મુજબ લોન પુરી પાડે છે. ન્યુ જાગનાથ સોસાયટીમાં રહેતા પારસભાઇ સુરેશભાઇ બાવરીયા એ ફરિયાદી મંડળી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- ની લોન મેળવેલ જે લોનની રકમ ચડત થતા પારસભાઇએ ફરિયાદી મંડળીને રૂ. ૭૧,૦૦૦/- નો ચેક લખી આપેલ જે ચેક બેંકમાં રજુ કરતા ''પેમેન્ટ સ્ટોપ્ડ બાય ડ્રોઅર''નાં કારણે પરત ફરેલ જેથી ફરિયાદીએ તેવોનાં વકિલ શ્રી મારફત કાયદાની જોગવાઇ મુજબ નોટીસ મોકલેલ.

આ નોટીસ બજી જવા છતાં પારસભાઇ સુરેશભાઇ બાવરીયા એ ચેકની રકમ ચુકવેલ નહીં જેથી ફરિયાદી મંડળીએ પારસભાઇ સુરેશભાઇ બાવરીયા વિરૂધ્ધ ચેક રિર્ટનની ફરિયાદ દાખલ કરેલ ત્યારબાદ આરોપી કોર્ટમાં હાજર થતા કેશ આગળ ચલાવવામાં આવેલ અને આરોપી દ્વારા ફરિયાદીની વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવેલ બાદમાં ફરિયાદીએ રજુ રાખેલ લોનને લગતા સાહિત્યો અને ફરિયાદી દ્વારા કરવામાં આવેલ દલીલ, રેકર્ડ ઉપરનો પુરાવો વિગતે ધ્યાનમાં રાખી કોર્ટ ફરિયાદીએ પોતાનો કેશ નિશંક પણે સાબત કરેલ હોવાનું માની આરોપી પારસભાઇ સુરેશભાઇ બાવરીયા ને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ચુકવવા હુકમ કરેલ, ચેકની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા ભોગવવા અંગે હુકમ કરેલ છે.આ કામમાં ફરિયાદી મંડળી વતી વકિલ શ્રી કિરણભાઇ રૂપારેલીયા, અનિરૂધ્ધ નથવાણી, અજય ચાંપાનેરી, અતુલ ચેખલીયા, શિવાની ચાંપાનેરી, તન્વી શેઠ, ક્રિષ્ના મારડીયા રોકાયેલા હતા.

(3:38 pm IST)