Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રોગચાળાની પરિસ્થિતીમાં સૌ સાથે મળીને સહયોગી બનીએ : હિન્દુ યુવા વાહિની

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઉભરાતા દર્દીઓની સેવામાં પહોંચી વળવા તંત્ર લાચાર : સંયમ દાખવીએ

રાજકોટ તા. ૧૮ : શહેરમાં હાલ ડેન્ગ્યુ, મેલેરીયા જેવા વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઇ રહી હોય સેવા પુરી પાડવા તંત્ર પણ લાચાર બન્યુ છે. ત્યારે આવી પરિસ્થિતમાં સૌ કોઇએ સંયમ રાખી સહયોગી બનવા હિન્દુ યુવા વાહિનીના  પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજાએ અનુરોધ કરેલ છે.

શહેર અને જિલ્લાના ગામડાઓમાંથી દર્દીઓ રાજકોટની હોસ્પિટલોમાં આવી રહ્યા છે. આ ગંભીર અને કટોકટીના સમયે તંત્રનો વિરોધ કરવાને બદલે તમામ રાજકીય પક્ષો અને સેવાકીય સંસ્થાઓએ મદદમાં લાગી જવુ જોઇએ તેમ હરપાલસિંહ જાડેજા (મો.૯૨૨૭૭ ૧૭૭૨૨) એ અપીલ કરતા જણાવેલ છે.

(3:37 pm IST)