Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નગ્મે સુહાને...કાલે સુર મંદિર સંગીત એકેડેમીનો કાર્યક્રમ

ઘનશ્યામ રાવલ અને તેના શિષ્યો કરાઓકે ટ્રેક ઉપર ગીતો રજૂ કરશે

રાજકોટઃ શહેરની જાણીતી કલાસંસ્થા સુરમંદિરના સ્થાપક પ્રમુખ અને ગાયક કલાકારશ્રી ઘનશ્યામ રાવલ (વો.ઓફ મુકેશ) દ્વારા સંચાલીત સુરમંદિર સંગીત એકેડમીના સીનીયર સ્ટુડન્ટસ દ્વારા એક મ્યુઝીકલ કાર્યક્રમ આવતીકાલે તા.૧૯ શનિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે સ્વ.હેમગુઢવી નાટયગૃહ (મીની થીએટર)માં આયોજીત કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સુરમંદિર એકેડેમીના સ્ટુડન્ટસ ગાયકો સર્વશ્રી મનીષ વ્યાસ, પરેશ જોષી, હિતેશ ભટ્ટ, હીનાબેન કોટડીયા, માયાબેન ભોજવાણી તથા ચેતનાબેન છાયા કરાઓકે ટ્રેકસ ઉપર વિવિધતા સભર ગીતો રજૂ કરશે અને શ્રી ઘનશ્યામ રાવલ પણ વિદ્યાર્થીઓ સાથે ગાયક કલાકાર તરીકે સાથ આપશે.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ઘનશ્યામ રાવલ પુરૃં પાડશે. સુરમંદિર સંગીત એકેડેમીમાં પ્રવેશ માટે શ્રી ઘનશ્યામ રાવલ (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧) તથા (૯૧૦૬૩ ૦૦૧૫૧) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:37 pm IST)