Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાજકોટને હાઇકોર્ટની કાયમી ડિવિઝિન બેંચ આપવા માંગણી

રાજકોટ ચેમ્બરનો કેન્દ્ર રાજયને પત્ર

રાજકોટ તા.૧૮: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટ કાયમી ડિવિઝન બેન્ચની સ્થાપના કરવા અંગેની લાંબા સમયની સૌરાષ્ટ્ર-કચ્છની માંગણી અંગે દેશના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, કાયદામંત્રીશ્રી રવિશંકર પ્રસાદ, ગુજરાત રાજયના ગવર્નર શ્રી આચાર્ય દેવ્રત, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાતના ચીફ જસ્ટિસશ્રીના ધ્યાન ઉપર મુકી આ વિસ્તાર માટે ખુબ જરૂરી એવી હાઇકોર્ટ બેન્ચ વિના વિલંબે રાજકોટમાં શરૂ કરવા ભારપૂર્વક રજુઆત કરેલ છે.

રાજકોટ ચેમ્બરે આઝાદી પછી સૌરાષ્ટ્ર હાઇકોર્ટ અસ્તિત્વમાં આવેલ.૧૯૫૬માં સૌરાષ્ટ્રમાં દ્ધિભાષી બોમ્બે રાજયમાં ભળતા સૌરાષ્ટ્રને હાઇકોટનો અધિકાર ક્ષેત્ર બંધ થઇ ગયો. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટ બેન્ચ મહિનામાં ૧૫ દિવસ માટે રાજકોટ આવતી. આ પ્રથા ૩૦-૪-૧૯૬૦ સુધી ચાલેલ અને ૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાત રાજયની સ્થાપના થતા રાજકોટએ હાઇકોર્ટ બેન્ચની સુવિધા ગુમાવી છે. તે બાબત ધ્યાન પર મુકી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના હાલમાં આશરે ૫૦,૦૦૦ થી વધુ કેસો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. પરિણામે ન્યાયધારકોને ન્યાય મળવામાં ધણો વિલંબ થઇ રહ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચ સ્થાપવાની લાંબા સમયની માંગણી વિના વિલંબે સ્વિકારી હાઇકોર્ટ બેન્ચની સુવિધા તુરંત આપવી જરૂરી છે તેવી રજુઆત કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:36 pm IST)