Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુ. કમિશ્નર દ્વારા ચેકીંગઃ બાંધકામ સાઈટ પર મચ્છરો દેખાતા સીલ કરવા તાકિદ

રાજકોટઃ શહેરમાં ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે તમામ સ્તરે કામગીરી સઘન બનાવવામાં આવેલ છે. જે અન્વયે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં રેસકોર્ષ રીંગરોડ વિસ્તારમાં ચાલુ બાંધકામ સાઈટ પર મુલાકાત કરેલ તથા મચ્છર ઉત્પત્તિ મળી આવતા સ્થળ પર જ રૂ. ૫૦૦૦નો દંડ વસુલવામાં આવેલ. તેમજ ફરી આ સ્થળે મચ્છર ઉત્પત્તિ મળી આવશે તો બાંધકામ પરવાનગી રદ્દ કરવા પગલા લેવાશે. તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગને તમામ બાંધકામ સાઈટ ચેક કરવા તથા સ્થળ દંડ વસુલવા સહિતના પગલા લેવા સૂચના આપવામાં આવી છે તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:36 pm IST)