Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

'કંકણ'ની દીકરીઓએ કલાના કામણ પાથર્યાઃ ગરબાને રમતો-ભમતો-ઘૂમતો કર્યો

કંકણ પ્રસ્તુત 'માં રમે સપાખરૂ રંગતાળી' કાર્યક્રમમાં : પ્રેક્ષકો રસતરબોળ : માંનું મંદિર બન્યો હેમુ ગઢવી હોલ : ઘંટારવ સાથે ૧૩ તાલી છંદ-ગરબા સપાખસની ગરબા વિશ્વને કંકણની લ્હાણ : ૩૨ પ્રકારના ગરબા- રાસડાઓનું સંયોજન : કરતી વિશ્વ પ્રસિદ્ધ કંકણ સંસ્થા : ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ), કિરણ પટેલ, ડો.અલ્પનાબેન ત્રિવેદી, ડો.ઘનશ્યામ જાગાણીનો અનન્ય સહયોગ : 'અકિલા ફેસબુક ન્યુઝ' દ્વારા ૫૦ દેશોમાં સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ

કંકણ 'મા રમે સપાખરૂ રંગતાળી' ૩ર પ્રકારના ગરબાની સુંદર તસ્વીરો

રાજકોટ : તાજેતરમાં આધશકિતના આરાધના સમ કાર્યક્રમ ''માં રમે સપાખરૂ રંગતાળી'' રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા તેમજ આઇસીસીઆર ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેસન્સ, ન્યુ દિલ્હી માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રિય કલા સંસ્થા ''કંકણ'' દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી હંસ એજયુ. ટ્રસ્ટ રાજકોટ, સરગમ કલબ રાજકોટ અને ગેલેકસી ગ્રુપ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કંકણના પારંપરિક ગરબા - ગરબી - રાસ - રાસડાના બેનમૂન કાર્યક્રમમાં હેમુ ગઢવી હોલ પણ નાનો પડયો મોડીરાત્રી સુધી પગથીયાઓ પર પણ ખચોખચ બેઠેલા પ્રેક્ષકોએ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતા વૈવિધ્યસભર નયનરમ્ય ગરબાઓને અવિરત તાળીઓના ગડગડાટ અને વન્સમોરના હર્ષોનાદથી વધાવ્યા હતા.

દિપ-પ્રાગટય આરતી

''માં રમે સપાખરૂ રંગતાળી''કાર્ય ક્રમનું દિપ પ્રાગટય સરગમ કલબ પ્રમુખ શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા, ફિલ્ડમાર્શલ ઉદ્યોગપતિશ્રી અરવિંદભાઇ પટેલ રાજકોટ ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયાના હસ્તે કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે ડો. અલ્પનાબેન ત્રિવેદી શ્રી કિરણભાઇ પટેલ શ્રી સુરેશભાઇ નંદવાણા શ્રી મનિષભાઇ માદેકાએ કાર્યક્રમ શોભાવ્યો હતો. કંકણ પ્રેરણાસ્રોત શ્રી હંસદેવજી સાગઠિયા તેમજ ડો. ઘનશ્યામ જાગાણીએ (સદભાવના હોસ્પીટલ) શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી કેતન મહેતા તેમજ જાણીતા આર્કિટેકટ શ્રી નિલેશ ભોજાણીએ સુપેરે સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમ માટે 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ શુભાશિષ પાઠવ્યા હતા.

સપાખરૂ છંદનો ૧૩ તાલી ગરબામાં વિશ્વપ્રથમ પ્રયોગ

પ્રતિવર્ષ ગરબામાં મોરપિચ્છ ઉમેરતી કંકણ સંસ્થાએ આ વર્ષે ગરબા વિશ્વને ૧થી શરૂ કરી ક્રમશઃ ૧૩ તાલીથી વિરમતું સપાખરૂ તેમજ અવિસ્મરણીય રીતે ભેટ ધર્યુ છે. લોકમાતા કાળાજીમી કાપડા ઓઢણામાં સુંદર કોબી, કડલા, હાંસડી વિંછીયામાં સુશોભિત માથા પર, ૧૩ની સંખ્યામાં બાજોઠમાં માતાજીના મ્હોરા સાથે છૂટા હાથે કંકણે રણકાર કર્યો હતો. પ્રેક્ષકો ભાવિવિભોર અને ભકિતમાં તરબોળ થયા હતા.

૩ર પ્રકારના ભાતીગળ ગરબા-રાસડાની ચમાકૃતિ

કંકણે ''માં રમે સપાખરૂ રંગતાળી'' કાર્યક્રમમાં પ્રાચીન ગરબા-ગરબી-રાસ-રાસડા, પ્રયોગાત્મક ગરબાઓ શાસ્ત્રીય ગરબા, અર્વાચીન ગરબા જેવા કે ઘંટારવ, દિવા જાગ, માંડવડી, માથા પર માટીના ગરબા, ઝવેરા, મંજીરા, ચીરમી, નવદુર્ગા, કરતાલ સૂફી ભકિત રાસડો રામસાગર, વિંઝણા, છત્રીરાસ, રૂમાલ રાસ, મટુકી, ઘડો, બેડા, હૂડો, હમચી, ટીટોડો, માંનો ઘોડો ટિપ્પણી, દંડક, તાલી-ચપટી, તેર તાલી સપાખરૂ, કન્ટેમ્પરરી ગરબો, કથ્થક-ભરતનાટયમ સયોજીત ગરબો, નવવાટી દિવી-ધૂપડીયા ગરબો જેવા ૩ર પ્રકારની ફલેવર્સવાળા વૈવિધ્યસભર ગરબાઓ પ્રસ્તુત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં.

મંચસજજા-રંગભૂષા-વેષભૂષા

હેમુ ગઢવી હોલનું સ્ટેજ શ્રી અશોક લુંગાતરની મંચ સજજાથી મંદિરનો આભાસ ઉભુ કરતું એક સુંદર માતાજીનું મંદિર બની ગયું હતું. મંદિરમાં અંબામાતાજીની મૂર્તિ, સિંહવાહિની માંની બાજુમાં સુંદર ગરબો, આજુબાજુમાં માતાજીના તેર મ્હોરા સાથેનો બાજોઠ અને ઉપર ૧ર ઘંટનું છત્ર જાણે કે હેમુ ગઢવી હોલ માતાજીનું સુંદર મંદિર હતું જેમાં કંકણની દીકરીઓ આંખોને મીઠા લાગે તેવા રંગબેરંગી ચણિયા-ચોલી-ચૂંદળી, જીમી-કપડાં-ઓઢણા-ઘરચોળા-સાળુ, લાલ-લીલી-પીળી બંગળીઓ, નથ-દામડી, હાર-હાંસડી, ઝાંઝર-કડલા-કાંબિયુ અને રૂપિયાના સિકકા જેવડો, લાલ ચટક ચાંદલામાં શકિત સ્વરૂપા બની ગરબે ઘૂમતી રહી. પ્રેક્ષકો તેમા રમમાણ રહ્યા.

અકિલા દ્વારા પ૦ વિદેશોમાં કાર્યક્રમ લાઇવ

સૌરાષ્ટ્ર ગુજરાત ભારતના ઘરેણારૂપી ''કંકણ''ના ભાતીગળ ગરબા-રાસ-રાસડાનો માં રમે સપાખરૂ રંગતાળી કાર્યક્રમ ''અકિલા સાંધ્ય દૈનિક દ્વારા વિશ્વના પ૦ દેશોમાં રાત્રીના ૯ કલાકથી ૧ર.૩૦ કલાક સુધી લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યો જેથી નવરાત્રીની સાચી પારંપારિક ભકિતભાવ કૃતિઓ વિદેશોમાં વસતા ભારતીયો તેમજ બિનભારતીય કલાપ્રિયો માણી શકી.

કાર્યક્રમ સંચાલનઃ સંગીત

કંકણ કાર્યક્રમનું સંચાલન દેવીશકિત આરાધના પર્વરૂપે જ્ઞાનસભર ઉદાહરણોથી ગેય તેમજ અગેય રૂપી પ્રસ્તુત થયું. કંકણ સંસ્થાના સ્થાપક તેમજ જાણીતા હાસ્યકાર અને દૂરદર્શન રાજકોટના કાર્યક્રમ નિર્માતા શ્રી સંજય હંસદેવજી સાગઠિયાએ જ્ઞાન સાથે ગમ્મત કરાવી પ્રેક્ષકોને જકડી રહ્યા કાર્યક્રમમાં સંગીતજ્ઞ ડો. ભરત પટેલ તેમજ શૈલેષ પંડયાના કર્ણપ્રિય સંગીત કલાપ્રિયોમા તન-મન-આત્માને ડોલાવ્યા.

કલ્પનઃ સંકલનઃ નૃત્યનિર્દેશન

માં રમે સપાખરૂ રંગતાળી કાર્યક્રમનું જાજવલ્યમાન કલ્પન, સંકલન અને તેનું નિત્યનિર્દેશન કુ. ઉર્વિ ભાગ્યોદય, યેશા કિકાણી, ઝલક પંડયા છાયાના સહયોગથી ગ્રુપ લીડર ટવીંકલ જાગાણી શાહ તેમજ કંકણના સંચાલિકા, સંસ્થાપકો, નૃત્યનિર્દેશિકા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નૃત્યનિર્દેશિકા સૂ.શ્રી સોનલ બહેન હંસદેવજી સાગઠિયાએ કર્યુ હતું.

કંકણના રણકતા કલાકારોઃ

અવિરત સાડા ત્રણ કલાક સુધી ગરબાઓની પ્રસ્તુતિ કરનાર કલાકારોએ હેમુ ગઢવી હોલમાં પગ મુકવાની પણ જગ્યા ન રાખનારા ગરબાપ્રેમી પ્રેક્ષકોને સાડા ત્રણ કલાક સુધી ધ્યાનસ્થ કક્ષાએ જકડી રાખ્યા હતા. કંકણ ઘૂઘરીએ સુ.શ્રી ટવીંકલ જાગાણી, ઝલક પંડયા, ઉર્વિ ભાગ્યોદય, યેશા કિકાણી, શુભશ્રી આચાર્ય સ્તૂતિ પંડયા, મીરા નિરંજની, અંજન નિરંજની, મીમાંસા રૂપારેલીયા, ઇશા દવે, દીપાલી વડાલીયા, શીવાંગી પટેલ, વર્ષા ટહેલીયાથી, હિરલ લોટીયા, રિધ્ધી ભોજાણી, કાવ્યા જાની, પલક મહેતા, અંજલી બારોટ, દેવાંશી રૂપારેલીયા, રીયા આડેસરા, શ્રેયા બારોટ, ખયાલી કિકાણી, પ્રીશા વસાવડા, પ્રેક્ષા પાઠક, દૃષ્ટિ ત્રિવેદી, દ્વિષા પંડયા, કૈરવી વ્યાસ, અસ્મિતા જાદવ, જયેશા શાહ, રોશની બથવાર, સૌમ્યા પાત્રો, એકતા ટાંક, દીયા મોટવાણી, નિકીતા ગણાત્રા, યાત્રી કિકાણી, નિશિતા કુકડીયા મૈત્રીબેન ઓઝા માંકડ, કમલાબેન ભાગ્યોદય, સ્મિતા જયેશ વ્યાસ, અમી કુકડીયા, સંગીતા પંડયા, રેણુકા, મૈત્રેયી કિકાણી, ફોરમ વસાવડા, નૈનાબેન, બિંદીયાબેન, રોનકબેન, અવનીબેન, મેઘાબેન, જલ્પાબેન, શિલ્પાબેન ભોજાણી તેમજ નિલેષભાઇ ભોજાણીએ, કલાના કામણ પાથરી ગરબાને રમતો-ભમતો-ઘૂમતો કર્યો હતો.

૧. દિપ પ્રાગટય કરતા સરગમ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઈ પટેલ (ફીલ્ડ માર્શલ ઉધોગપતિ), ડો. અલ્પનાબેન ત્રિવેદી (ટ્રસ્ટી શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ) અને કંકણ કલાધરિત્રી સુ. શ્રી સોનલબેન હંસદેવજી સાગઠિયા

ર. કાર્યક્રમ સંચાલન, સ્થાપક-હાસ્યકાર શ્રી સંજય હંસદેવજી સાગઠિયા

૩. અ.સૌ. કંકણ ગ્રુપ - જાગ ગરબો

૪. અ.સૌ. કંકણ ગ્રુપ - માતાજીની માંડવણી ગરબો

પ. કંકણ - ઘંટારવ ગરબો

૬. કંકણ - શાસ્ત્રીય ગરબો

૭. કંકણ - ચીરમી ગરબો

૮. કંકણ - શકિતસ્વરૂપા ગરબો

૯. કંકણ - નવવાટી દીવી ગરબો

૧૦. કંકણ - મા રમે સપાખરૂ રંગતાલી ગરબો

૧૧. કંકણ - માતાજીના મોહરા ગરબો

૧ર. કંકણ - પ્રાચીન રાસડો

૧૩. કંકણ - તાલી રાસડો

૧૪. ટીપ્પણી રાસ

૧પ. કંકણ - દંડક રાસડો

૧૬. કંકણ - વીંજણા રાસ

૧૭. કંકણ - અર્વાચીન રાસડો

૧૮. કંકણ - બેડા રાસ

૧૯. કંકણ - કન્ટેમ્પરરી ગરબો

ર૦. કંકણ - પ્રયોગાત્મક ગરબો

ર૧. કંકણ - ઉર્વી ભાગ્યોદય કોરીયોગ્રાફર

રર. કંકણ - તરણેતરીયો - છત્રી રાસ

ર૩. કંકણ - આદિવાસી ગરબો

ર૪. કંકણ - રૂમાલ રાસ

રપ. કંકણ - હુડો, હમચી, ટીટોડા, રાસ

ર૬. કંકણ - રામસાગર, ભકિત રાસડો

ર૭. કંકણ - કરતાલ સૂફી રાસ

ર૮. અ.સૌ. કંકણ - છેલ છબીલો ગુજરાતી ચપટ્ટી તાલી રાસ.

ર૯. કંકણ - ગાગર રાસ

૩૦. કંકણ - ઘડુલિયો મટુકી રાસ

૩૧. કંકણ - ઘડુલો

૩ર. કંકણ - કાર્યક્રમ સંકલન - કલ્પન અને નૃત્ય નિર્દેશક સુ. શ્રી સોનલબેન સાગઠિયા

નૃત્ય નિર્દેશક સુ.શ્રી સોનલબેન સાગઠિયા મો. ૯૯૨૪૦ ૯૩૯૩૮

(3:35 pm IST)