Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કાલે જનરલ બોર્ડ રોગચાળા પ્રશ્ને બનશે તોફાની?: અગ્રવાલની અગ્નિ પરીક્ષા

શહેશમાં મચ્છરજન્ય રોગચાળ પ્રશ્ને વિપક્ષ તંત્રને બાનમાં લેવા સજ્જઃ ભાજપ-કોંગ્રેસના ૩૩ કોર્પોરેટરો દ્વારા ૭૯ પ્રશ્નો રજૂઃ લકઝરી કોમ્યુનીટી હોલનું નામકરણ, પ્લોટ હેતુફેર સહીતની ૬ દરખાસ્તો

રાજકોટ, તા., ૧૮: આવતીકાલે  તા.૧૯  સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં ભાજપનાં ૧૩ સભ્યોએ ૨૦ અને કોંગ્રેસનાં ૨૦ નગરસેવકએ ૫૯ પ્રશ્નો સહિત કુલ ૩૩ કોર્પોરેટરોએ ૭૯ પ્રશ્નો રજુ કર્યા છે. જે પ્રશ્નો રજુ થયા છે તેમાં રોગચાળો અને રોડ-રસ્તા અને ગંદકીની સમસ્યાને લગત હોઇ આગામી બોર્ડમાં આ તમામ મુદ્દે વિપક્ષ શાસકો પર તુટી પડશે. આ દરમિયાન શહેરનાં નવા મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ સમક્ષ કોર્પોરેટરો પ્રજાકીય કામોમાં અને જાહેર આરોગ્ય સેવામાં તંત્રની બેદરકારી સબંધે પ્રશ્નોની ઝડી વરસાવશે જેનો સંતોષ કારક જવાબ કમિશ્નર શ્રી અગ્રવાલે આપવો પડશે. નોંધનીય છેકે, શ્રી અગ્રવાલનું આ પ્રથમ જનરલ બોર્ડ છે અને તેમાં રોગચાળા જેવા સળગતા પ્રશ્ન છે.ત્યારે આ જનરલ બોર્ડ તેઓની અગ્નિ પરીક્ષ સમક્ષ બની રહેશે.

મ્યુ. કોર્પોરેશનની સમગ્ર સભાની સાધારણ દ્વિમાસીક મીટીંગ તા.૧૯ના શનીવારનાં રોજ સવારે ૧૧ કલાકે મ્યુ. કોર્પોરેશનની કચેરીમાં બીજો માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં યોજાશે. આ બોર્ડમાં કુલ ભાજપના ૧૩ નગરસેવકો દ્વારા ૩૯ સહિત કુલ પ૯ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં પ્રથમ પ્રશ્ન શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણીના બાંધકામ, ટી.પી.શાખાના પ્રશ્નની ચર્ચા શરૂ થશે.

કયા કોર્પોરેટરો દ્વારા કયો પ્રશ્ન

પ્રશ્નોની વિગત આ મુજબ જેમાં   દલસુખભાઈ જાગાણી-બાંધકામ, ટી.પી., રસીલાબેન ગરૈયા-આરોગ્ય, મેલેરિયા, બાંધકામ, ડ્રેનેજ, રોશની, જયોત્સનાબેન ટીલાળા-સે. સ્ટોર, ટા. પ્લાનીંગ,  શિલ્પાબેન જાવિયા-આર.આર.એલ., ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, બાંધકામ, નીતિનભાઈ રામાણી -આવાસ (ટેક.) ઉર્વશીબા કે. જાડેજા-વો.વ.,વો.વ., ડ્રેનેજ,બાંધકામ, હારૂનભાઈ ડાકોરા- આરોગ્ય, મેલેરિયા,બાંધકામ,ડ્રેનેજ, રોશની, દિલીપભાઈ આસવાણી-ફા એન્ડ ઈ.સ., ફા એન્ડ ઈ.સ., મનીષભાઈ રાડીયા-વ્યવસાય વેરા,વ્યવસાય વેરા, જાગૃતિબેન ડાંગર-બાંધકામ,એસ્ટેટ, ટી.પી.,ગાર્ડન, ઘનશ્યામસિંહ એન જાડેજા

- ટી.પી.,ફા એન્ડ ઈ.સ.,એસ્ટેટ, દુર્ગાબા જાડેજા- વેરા વસુલાત, મહેકમ, પારૂલબેન ડેર- આરોગ્ય, મેલેરિયા,બાંધકામ,ડ્રેનેજ, રોશની, મનસુખભાઈ કાલરીયા - બાંધકામ,સો.વે.મે., આરોગ્ય, મેલેરિયા, સો.વે.મે., વર્ષાબેન રાણપરા-સો.વે.મે., જાગૃતિબેન ઘાડીયા- વો.વ.,રોશની, જયમીનભાઇ ઠાકર-બાંધકામ,બાંધકામ, સીમ્મીબેન જાદવ-ટી.પી.,ડ્રેનેજ, રેખાબેન ગજેરા-વો.વ., આરોગ્ય,આવાસ(ટેક.), પરેશભાઈ પીપળીયા-આર.આર.એલ., ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ,જગ્યા રોકાણ, વર્કશોપવો.વ., વશરામભાઈ સાગઠીયા-ટી.પી., ટી.પી., ડ્રેનેજ, ઘનશ્યામસિંહ એ જાડેજા-આરોગ્ય, બાંધકામ, સો.વે.મે., અનીતાબેન ગોસ્વામી-વો.વ., બાંધકામ, દર્શિતાબેન શાહ-આરોગ્ય, બાંધકામ, ગીતાબેન પુરબીયા- ફા એન્ડ ઈ.સ., ફા એન્ડ ઈ.સ., અતુલ ભાઈ રાજાણીએ -મહેકમ તથા ગાયત્રીબાએ આરોગ્ય, મેલેરીયા, બાંધામ, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ., જયાબેન ટાંકએ એસ્ટટ, વલ્લભભાઇએ લીગલ, સોલીડ વેસ્ટ,  એસ્ટટ,   જેન્તીભાઇએ તમામ શાખા, ગાયત્રીબેન ભટ્ટએ બાંધકામ તથા મેનાબેન જાદવએ આરોગ્ય મહેકમ તથા નિલેશ મારૂએ વોટર વર્કસ, તમામ શાખા સહીતના ૩૩ કોર્પોરેટરો દ્વારા વિવિધ શાખાના ૭૯ પ્રશ્નો પુછવામાં આવ્યા છે.

કોમ્યુનીટી હોલના નામકરણ સહીતની ૬ દરખાસ્તો

આગામી ૧૯મીએ મળનાર જનરલ બોર્ડમાં મહાનગર પાલીકાની પ્રારંભીક નગર રચના યોજના નં.૯ (રાજકોટ)ના અનામત પ્લોટ નં.એસ-૧ (એસ.ઇ.ડબલ્યુ.એસ.એચ.) અને એસ.આઇ. પ (પબ્લીક પર્પઝ)ને અરસ-પરસ હેતુફેર કરવા માટે અધિનિયમની કલમ-૭૦ હેઠળ વેરીડ કરવા. શહેરના વોર્ડ નં. ૧૦ માં એસ.એન.કે. સ્કુલ પાછળ નવનિર્મિત કોમ્યુનીટી હોલનું કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ નામકરણ કરવા, મહાનગર પાલીકાની ટી.પી. સ્કીમ નં. ૭ના અંતિમખંડ નં. ૧૩૮ના સબ પ્લોટ નં. ૯ પૈકીની જમીન બજાર ભાવથી આપવા,  કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ તેમજ વર્ગ-૪ના ફિકસ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા, વોર્ડ નં. ૧૩ માં સ્વામી નારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ શાળા નં. ૬૯ શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમીક શાળાના જુના બિલ્ડીંગનો ઇમલો પાડીને લઇ જવા તથા નગર પ્રાથમીક શિક્ષણ સમીતીનું રોજકામ જાણમાં લેવા સહીતની ૬ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવશે.

(3:03 pm IST)