Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ચિલઝડપના ગુનામાં પકડાયેલા હરિહર ચોકના સમિર બ્લોચને પાસામાં ધકેલાયો

અમદાવાદ જેલહવાલેઃ એ-ડિવીઝન અને પીસીબીની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. ચિલઝડપના ગુનામાં સંડોવાઇ ચુકેલા સદર બજાર હરિહર ચોક પાસે રહેતાં રિક્ષાચાલક સમીર કાસમભાઇ બ્લોચ (ફકિર) (ઉ.૨૫)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં અને તેને અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ થતાં વોરન્ટની બજવણી કરવામાં આવી હતી.

આ શખ્સ ચારેક મહિના પહેલા બી-ડિવીઝન વિસ્તાર, માલવીયાનગર વિસ્તારમાં ત્રણ મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૨૨ હજારની ચિલઝડપના ગુનાઓમાં પકડાયો હતો. પાસા વોરન્ટની કામગીરી ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. એન. કે. જાડેજા, પી.આઇ. એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ એસ.વી. સાખરા, એએસઆઇ રણજીતસિંહ ઝાલા, બી.વી. ગોહિલ, હેડકોન્સ. ઇન્દ્રસિંહ ઝાલા, હારૂનભાઇ ચાનીયા, દિપકભાઇ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશભાઇ ઝાલા, મોૈલિક સાવલીયા, જગદીશ વાંક, મેરૂભા ઝાલા, રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીર ગોસ્વામી સહિતે કરી હતી.

(1:38 pm IST)