Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વાવડીમાં ભરતના ઘરમાં દરોડોઃ ૧૬ બોટલ દારૂ મુકી ભાગ્યો

નાના મવા રોડ પરથી ધીરૂ બે બાટલી સાથે પકડાયો

રાજકોટ તા. ૧૮: વાવડી ગામમાં તથાગત નગર-૩માં ગડાભાઇ ડાંગરના મકાનમાં ભાડેથી રહેતાં ભરત માધવજીભાઇ વારસુરના ઘરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂ. ૪૮૦૦નો ૧૬ બોટલ દારૂ કબ્જે કર્યો છે. પોલીસને જોઇ ભરત ભાગી ગયો હતો.

પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના હેઠળ એએસઆઇ ભરતભાઇ વાઘેલા, કરણભાઇ મારૂ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. જ્યારે અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના એન.ડી. ડામોર, હર્ષદસિંહ, ઉમેશભાઇ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ સહિતે ધીરૂ રાઘવભાઇ કંડારીયા (ઉ.૫૨-રહે. નવરંગપરા-૫, ભકિતનગર સ્ટેશન પ્લોટ પાછળ)ને નાના મવા રોડ પર પ્રતિલોક પાર્ટી પ્લોટ પાસેથી રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(1:37 pm IST)