Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બિલ્ડર કમલેશ રામાણી સામેની પાસા અટકાયતનો હુકમ રદ કરતી હાઇકોર્ટ

એક મહિનામાં જ પાસા તળે થયેલી અટકાયતમાંથી છુટકારો થયો

રાજકોટ તા. ૧૮: સોૈરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર બિલ્ડર કમલેશ રામાણીને શહેર પોલીસ કમિશનર દ્વારા ૭/૯/૧૯ના રોજ પાસા હેઠળ અટકાયતમાં લઇ વડોદરા જેલમાં ધકેલી દેવા કાર્યવાહી કરી હતી. પાસા તળે અટકાયત થાય તો લાંબા સમય બાદ હાઇકોર્ટમાં રીટો ચાલતી હોય છે. પરંતુ રામાણીનો એક મહિનામાં જ પાસાનો હુકમ ગુજરાત હાઇકોર્ટએ રદ્દ કરતાં તેનો પાસામાંથી છુટકારો થયો છે.

પાસા તળે જેલહવાલે થયા બાદ કમલેશ રામાણી દ્વારા પુર્વગ્રહિત કે ખોટી રીતે ગુના દાખલ કરી ખોટી રીતે પાસા અટકાયત કરવામાં આવી હોય તેવી હાઇકોર્ટમાં સ્પેશિયલ સી.એ. રજૂઆત કરી હતી. તેમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે ચાલતી તકરા અને તે સંબંધે કરેલ અરજ, અહેવાલ, કોર્ટ ફરિયાદો રજૂ કરી પોતાને પુર્વગ્રહિત રીતે પાસા તળે અટકાયતમાં લેવામાં આવ્યાની અને પોતે કોઇ જનતા માટે ભયજનક ન હોય કે એન્ટી સોશિયલ એકટીવિટીઝ કરતો ન હોય કે સંકળાયેલ ન હોઇ તેમજ પોતે પ્રતિષ્ઠિત નાગરિક હોઇ રાગદ્વેષ રાખી યુનિવર્સિટી રોડ પર થયેલા ફાયરીંગના ગુનામાં તેમજ ુયુવતિનો ચહેરો બગાડવા સોપારી આપ્યાનો ગુનો ઉભો કરી ભકિતનગર પોલીસ સ્ટેશનના ગુનામાં તથા પ્રોહિબીશનના ગુનામાં એમ ત્રણ ખોટા ગુનામાં ફીટ કરી દેવાયેલ.

પોલીસે આચરેલી પ્રક્રિયા લક્ષ પર લઇ કરેલી રજૂઆતોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા માન્ય રાખી બિલ્ડર કમલેશ રામાણી વિરૂધ્ધનો પાસા અટકાયતનો હુકમ રદ કર્યો છે. બિલ્ડર રામાણી વતી આ કામે એડવોકેટ સુરેશ ફળદુ રોકાયેલ છે.

(1:36 pm IST)