Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિવાળીના તહેવાર અંતર્ગત વાહન ચેકીંગ શરૃઃ બગીચાઓમાં પણ એન્ટી રોમિયો ડ્રાઇવ

રાજકોટઃ દિવાળીનો તહેવાર નજીકમાં હોઇ પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ, ફૂટ પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ ચુડાસમા અને ટીમે રાતે મવડી ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ અને ભીડવાળા રસ્તાઓ પર ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. તો બીજી તરફ મહિલા પોલીસ મથકના પી.આઇ. મેડમ એસ.આર. પટેલ અને ટીમે એરપોર્ટ રોડના બગીચામાં એન્ટી રોમિયો ડ્રાઇવ યોજી અમુક શખ્સોની પુછતાછ કરી હતી.

(1:35 pm IST)