Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

આવતા બુધવાર સુધીમાં BSNLના રાજકોટ સહિત દેશભરના કર્મચારીઓનો પગાર ચૂકવાશેઃ ભૂખ હડતાલ મુલત્વી

૧૦ વર્ષેથી બોનસ મળ્યુ નથીઃ અધીકારીઓએ દર મહિને ફાળા માટે ૫ હજાર કાઢવા પડે છે.

રાજકોટ તા.૧૮: બીએસએનએલમાં નાણાકીય કટોકટી છે. સપ્ટેમ્બર માસમનો પગાર થયો નથી. દસ વર્ષથી દીવાળી બોનસ અપાયુ નથી. દરેક ડીસ્ટ્રીકટમાં મકાન ભાડાથી લઇ આઉટ સોર્સિગ તમામ સેવાન બીલો લાંબા સમયથી બાકી છે આ બધી બાબતે બીએસએનએલના સંગઠન અયુબના આગેવાનો અને સીએમડી સાથે મળેલી બેઠકમાં તા.૨૩મી સુધીમાં પગાર ચૂકવી આપવાની ખાતરી મળતા આજની ભુખ હડતાળનો કાર્યક્રમ હાલ સ્થગિત રાખવાની જાહેરાત આગેવાનોએ કરી છે. બીએસએનએલના દેશભરના પોણા બે લાખ કર્મચારીઓ, ગુજરાતના ૨૧૦૦૦, અને રાજકોટ ઼ડીસ્ટ્રીકટના ૧૫૦૦૦ કર્મચારીઓ દીવાળી ટાણે જ પગાર વિહોણા છે. પગાર તો મળતો નથી. પણ અધિકારીઓએ સામા દર માસે ૫ હજાર કે તેથી વધુ રકમ ફાળા તરીકે સ્વેચ્છિક રકમ કાઢવી પડે છે. હવે કર્મચારી મંડળો આકરા બન્યા છે. આગામી તા.૧૮મીએ ઓલઇન્ડીયા યુનીયન્સ એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએલ ''અયુબ''ના ઉપક્રમે એક દિવસની ભૂખ હડતાળ રાખવામાં આવી હતી પરંતુ આજે બીએસએનએલના સીએમડી પી.કે.પુરવાર સાથે અયુબના લીડરોની બેઠક મળી હતી જેમાં અનિયમિત પગાર, મકાન ભાડા સહિતની કરોડો રૂપિયાના બીલની રકમો ચુકવવા, બીઆરએસનો વિરોધ, છટણીનો પ્રક્રિયાનો વિરોધ,સ્પેકટ્રમ ફોરજી તુરતજ અમલી બનાવવા, નિગમની નાણાકીય તંગદિલી દૂર કરવા લોન કે પેકેજ જાહેર કરવાની માંગ, નવા પગાર પંચની માંગ સહિતના મુદ્દાઓની ચર્ચા થઇ હતી.

(11:44 am IST)