Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સંવેદના ગ્રુપ દ્વારા સંગીતમઢયો લાઈવ પ્રોગ્રામ

સરયુબેન ચંદ્રકાંત શેઠની સ્મૃતિમાં રવિવારે રાત્રે એન્જી.એસો.હોલમાં

રાજકોટ,તા.૧૭: રાજકોટના કલાપ્રેમી પ્રજાજનો માટે ''સંગીમય લાઈવ કાર્યક્રમ''  ''સંવેદન''ગ્રુપની સ્ટેજ કાર્યક્રમોની અવિરત શ્રંખલાના ભાગરૂપે તા. ૨૦ને રવિવારના રોજ રાત્રે ૮:૧૫ કલાકે એન્જીનીયરીંગ એસોશિયેશન હોલ, રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સંસ્થાના ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના સંગીતના આધારે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા-જુના સુમધુર ગીતો વિસારદ તથા વિસારદ કક્ષાના વિવિધ આર્ટીસો ઓરીજનલ જેવા જ લાઈવ ગીતો પોતાના સ્વરમાં અનોખી અદામાં રજુ કરશે. આ કાર્યક્રમ ધર્માનુરાગી સ્વ. સરયુબેન ચંદ્રકાંતભાઈ શેઠની ભાવાંજલિ રૂપે અર્પણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

સંગીત જગતમાં સર્વને જાણ કરી છીએ મુજબ ''સંવેદના'' સંગીત સંધ્યા આયોજીત ''સંગીતમય લાઈવ કાર્યક્રમ'' ફકત સંગીતની કલાની ઉપાસના કરવા અને તેનો આનંદ માણવા માટેની ''નોન  પ્રોફેશનલ'' સંસ્થા છે, જેમાં શહેરના ગાયકો, ગાયિકા તથા અગ્રણી એન્જીનીયર્સ, બિલ્ડર્સ, અધિકારીશ્રીઓ તથા આ કાર્યક્રમ હંમેશા નિઃશુલ્ક હોય છે. ૪૫ વર્ષથી સંગીત ક્ષેત્રમાં નામાંકિત છે તેવા મધુકરભાઈ મહેતા આ કાર્યક્રમનું સંકલન કરશે. કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ જોષી કરશે.

આ કાર્યક્રમમાં  સુમધુર ગાયક કલાકારો તરફથી સ્ટેજ ઉપર ગીતો રજુ કરવામાં આવશે. સંવેદના ગ્રુપના સ્થાપક શ્રી પૂર્ણીમાબેન જોષીની પ્રેરણાથી સંગીતપ્રેમીઓ શ્રી મધુકરભાઈ મહેતા, વિભાબેન દવે, દેવાંગીબેન જાની, ભાવેશભાઈ કકકડ, ખુશ્બુબેન દવે, ચાર્મીબેન આચાર્ય, હિતેશભાઈ અનડકટ, અમી પારેખ, દિપાલીબેન પારેખ વિગેરે મધુર તથા પ્રખ્યાત ગીતો કે જે દરેકના દિલમાં વસેલા છે તેવા શાનદાર ગીતો ગાશે. વાદ્ય વૃંદમાં તુષારભાઈ ગોસાઈ (કિ-બોર્ડ), ફિરોઝભાઈ શેખ (ઓકટોપેડ), વિવેકભાઈ ઉપાધ્યાય (તબલા), અનુપસિંહ ચૌહાણ (ગિટાર/ મેન્ડોલીન), ભરતભાઈ ગોહેલ (ઢોલક/કોંગો) જમાવટ કરશે. રાજકોટના અનેક મહાનુભાવો આ ગ્રુપ સાથે જોડાયેલા.

આ પ્રસંગે ગુજરાત સંગીત એકેડમીના ચેરમેન શ્રી પંકજ ભટ્ટ, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. પ્રતિવર્ષ સંગીતપ્રેમી ભાવનાબેન જોશીની સ્મૃતિમાં દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થતુ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(3:29 pm IST)