Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સોરઠીયાવાડીમાં કારખાનામાં દરોડોઃ તિનપત્તીનો જૂગાર રમતાં ૬ પકડાયા

રાજકોટ તા. ૧૮: સોરઠીવાડી શેરી નં. ૭માં જે. કે. મોલવાળી શેરીમાં જીજ્ઞેશ મેન્યુફેકચર્સ ઉપરના ભાગે આવેલા આર. કે. એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી ભકિતનગર પોલીસે દરોડો પાડી કારખાનેદાર સહિત છને તિનપત્તી રમતાં પકડી લીધા હતાં.  પોલીસે હરિ ધવા રોડ પર કામનાથ સોસાયટી-૪માં રહેતાં અને આર. કે. એન્ટરપ્રાઇઝ નામે ભાડાથી કારખાનુ ધરાવતાં નિખીલ કિશોરભાઇ રાખોલીયા (પટેલ) (ઉ.૨૮) તથા વિરલ પ્રવિણભાઇ ચોવટીયા (ઉ.૩૧-રહે. અજંતા પાર્ક બી-૭૯), મનિષ દલસુખભાઇ ખુંટ (ઉ.૩૬-રહે. કામનાથ સોસાયટી-૨), પ્રવિણ જેરામભાઇ ખુંટ (ઉ.૫૨-રહે. ન્યુ સુભાષનગર-૬), સંજય અરજણભાઇ સિધપરા (ઉ.૩૬-ન્યુ સુભાષનગર-૩) તથા વિજય અનિલભાઇ પાંભર (ઉ.૩૬-રહે. કામનાથ સોસાયટી-૫/૨)ને પકડી લઇ રૂ. ૨૮૬૮૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.  પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ, દેવાભાઇ, નિલેષભાઇ, ભાવેશભાઇ મકવાણા, સલિમભાઇ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો.

(3:58 pm IST)