Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કોંગ્રેસ દ્વારા રાજયભરમાં મોંઘવારીના રાક્ષસનું દહન

સૌરાષ્ટ્ર-કચ્છમાં શહેર, જિલ્લા, તાલુકા મથકોએ વિવિધ કાર્યક્રમો સાથે આક્રોશ

રાજકોટ તા.૧૮: કોંગ્રેસ દ્વારા આજે દશેરા પર્વ નિમિતે મોંઘવારીનાં રાક્ષસનું દહન કરીને સરકાર સામે આક્રોશ ઠાલવી રહયા છે. આજે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં શહેર, જિલ્લા, તાલુકા મથકોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું છે કે છેલ્લા સાડાચાર વર્ષના ભાજપની કેન્દ્ર સરકારના શાસનમાં અને રાજયમાં રર વર્ષથી ભાજપના શાસનમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને ગરીબ-સામાન્ય - મધ્યમ વર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યો છે.

પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓને વાચા આપવા અને પ્રજાના અવાજને રજૂ કરવા ત્થા અસહ્ય મોંઘવારી સાથે વિરોધ વ્યકત કરવા આજે દશેરાના દિવસે (૧) મોંઘવારી, (ર) કોમવાદ (૩) બેરોજગારી, (૪) ખેડૂત વિરોધી, (પ) મોંઘુ શિક્ષણ-વ્યાપારીકરણ (૬) ગુન્હાખોરી (૭) ભ્રષ્ટાચાર (૮) વિજળી-પાણીની હાલાકી, (૯) આરોગ્ય સુવિધાઓનો અભાવ, (૧૦) મહિલાઓની અસલામતી જેવા દશ માથારૂપી ભાજપના રાવણ-રાક્ષસનું દહન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની સુચના અનુસાર શહેર-જિલ્લા-તાલુકા મથકે મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવનાર છે.

અમરેલી

અમરેલીઃ શહેરમાં પણ આજે લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં મોંઘવારીના રાક્ષસનું દહન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિતના જોડાયા હતા.

(3:57 pm IST)
  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST