Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પાવાના ડુંગરે પાવા વાગે... ખેલૈયાઓ ખીલ્યા

રાજકોટ : રઘુવંશી પરિવાર દ્વારા આયોજીત રાસોત્સવમાં ભરત મહેતા પ્રસ્તુત મેડ મ્યુઝિક ઓરકેસ્ટ્રાના આર્ટિસ્ટો તેમજ રિધમ કિંગ હાર્દિક મહેતા ખેલૈયાઓને ઝૂમવવા તત્પર બની ગયા હતા.

માતાજીની આરતીથી શરૂઆત કરી, ગણપતિ દાદાની સ્તુતિ તેમજ માતાજીની બાવન શકિતપીઠની સ્તુતિ તથા મહિષાસૂર મર્દીની સ્ત્રોતથી તાલ અને સુરના સંગાથે ખેલૈયાઓને રસ રમવા પોરસ ચડેલ હતું.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફકત અને ફકત રઘુવંશી ખેલૈયાઓ માટે પ્રથમ વાર ઓરકેસ્ટ્રામાં સામેલ કરેલ મેટલ ડ્રમ સોલો તેમજ વોટર ડ્રમીંગ માટે સુપ્રસિદ્ઘ થયેલા હાર્દિક મહેતાની સાથે મ્યુઝિક (રવિ ઢાંકેચા), ગિટાર (મહેક શેઠ), ઢોલના માણીગર (અકરમ ખુંભિયા તથા ઇમરાન ખુંભિયા), ઓકટોપેડ પર (ભાવિક ગજ્જર), રિધમ એકશન રાહુલ ઝાલા, પ્રશાંત ઝાલા, યોગેશ વાઘેલા, શૈલેષ માંડવીયા, અજય મેરાણ, ધીરેન મકવાણા, બેઇઝ કિંગ (નિતિન ઢાકેચા), મલ્હાર મહેતા ઉર્ફ બિટુ તથા પૂર્વાધ વ્યાસ આ તમામ આર્ટિસ્ટોની સાથે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ કાઠિયાવાડી સુરનો કસુંબલ અવાજ (અનિલ વંકાણી), ઊછળતો કૂદતો ઓલ ઇન વન (મૌલિક ગજ્જર) તથા તેમની જીવન સંગિની (દિપ્તી ગજ્જર) તેમજ કોકિલ કંઠીલ ભૂમિ ગાઠાણી એ સાયબો રે ગોવાળિયો મારો... સાયબો રે ગોવાળિયો મારો..., હે જગ જનની ... હે જગદંબા..., પાવા વાગે માના પાવા વાગે... પાવાના ડુંગરે પાવા વાગે..., એક રાજાને સોળસો રાણી ઝમકુડી રે ઝમકુડી..., કે ગરબો ગોખ ગનનથી આવ્યો... જેવા અનેક પ્રાચીન અર્વાચીન ગરબા તથા લોકપ્રિય ગીતોથી ખેલૈયાઓને રમવામાં મશગુલ કર્યા હતા તેમજ કાઠિયાવાડની ગોરી કામણગારી ગૌરવ પ્રિશા રાજપૂત એ પોતાના સુમધુર સવારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મેટલ ડ્રમ તથા વોટર ડ્રમીંગમાં રદ્યુવંશી એકતા એક્ષપ્રેસની સાથે ખેલૈયાઓ, દર્શકો તથા મહેમાનો  દ્વારા વન્સમોર થતાં હાર્દિક મહેતાએ પોતાની આગવી સ્ટાઇલ અને છટાથી દંગ કરી દીધા હતા.

સંસદ સભ્ય શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વા પ્રમુખ અને કોસ્મોપ્લેકસના માલિક હિતેષભાઈ બગડાઈ, રદ્યુવંશી અગ્રણીઓ નરેન્દ્રભાઈ પૂજારા, જીતુલભાઈ કોટેચા, નીતુભાઇ ઠક્કર, મિતુલભાઈ લાલ, અનિલભાઈ નથવાણી, રમેશભાઈ ધામેચા, પી.એસ.આઈ. અમીનાબેન ગોરી તેમજ ગુજરાતી ફેમિલી સર્કસના હીરો ભરત ચાવડા તેમજ હિરોઈન એમ. મોનલ ગજ્જર એ રઘુવંશી ખેલૈયાઓના રાસની મોજ માણી હતી.

નિર્ણાયક તરીકે શીતલ કારિયા, ગૃશા સોઢા, પલક સોઢા, મીરા કાનાણી, જીગ્ના પોપટ, રૂપલ છગ, ધર્મેશભાઈ છગ એ સેવા આપી હતી તેમજ એ, બી, સી (ત્રણે) ગ્રૂપનાં પ્રિન્સ – પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ – પ્રિન્સેસને મહેમાનો દ્વારા ઇનામો અર્પણ કરાયા હતા. નિતિનભાઈ નથવાણી દ્વારા  રાસોત્સવને આર. સી. સી - ડેન નેટવર્કની ચેનલ નંબર ૪૬૪ પરથી સમગ્ર રાજકોટમાં પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.(૩૭.૮)

(3:53 pm IST)