Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રેસકોર્ષ મેદાનમાં આજે સાંજે ૬૦ ફૂટના પુતળાનું દહન

રાજકોટ : વિ.હી.પ. અને બજરંગ દળ દ્વારા રેસકોર્ષના મેદાનમાં આજે સાંજે રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. રાવણનું ૬૦ ફૂટ મોટુ અને મેઘનાથ તેમજ કુંભકર્ણના ૩૦-૩૦ ફૂટના પુતળા બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમ શાર્પ સાંજે ૭ વાગ્યે શરૂ થશે અને ૮ વાગ્યે પૂર્ણ થશે. આ પ્રસંગે આર્મીના જવાનોનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ આતશબાજીનો પણ કાર્યક્રમ રાખેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૯)

(3:52 pm IST)
  • ભારતની ચિંતા વધારશે ચીન :બ્રહ્મોસ મિસાઇલથી પણ બહેતર મિસાઈલ પાકિસ્તાનને આપશે :પાકિસ્તાન ચીન પાસેથી સુપરસોનિક મિસાઈલ ખરીદે તેવી શકયતા :ચીનના સરકારી મીડિયા મુજબ ચીન દ્વારા પાકિસ્તાન સાથે સૌથી મોટો ડ્રોન સોદો કરવાની જાહેરાત કરશે ;આગામી 3જી નવેમ્બરે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાન ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે access_time 1:12 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST