Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

'રઘુવંશી બીટ્સ'માં દિવ્યાંગ બાળકોએ રાસોત્સવનો આનંદ લીધો : ભાવવાહી દૃશ્યો સર્જાયા : આજે ૬ હજાર ખેલૈયાઓ વચ્ચે જંગ : કાલે ફાઈનલ

રાજકોટ : અકિલા રઘુવંશી બીટસ રાસોત્સવનું અંતિમ ચરણ આવી પહોંચ્યું છે ત્યારે આનંદની સાથોસાથ સેવાની રઘુકુળની પરંપરાને સાર્થક કરતા આઠમાં નોરતે સેતુ સંસ્થા (નેહાબેન ઠાકર, જાગૃતિબેન ગણાત્રા) તથા રાજકોટના તમામ માનસીક વિકલાંગ બાળકો, દિવ્યાંગો તેમના પરીવાર સાથે રઘુવંશી બીટસના મુખ્ય મહેમાન બઅને રાસોત્સવનો આનંદ લીધો હતો. સાક્ષાત ભગવાનના સ્વરૂપ સમાન આ નિર્દોષ બાળકો જયારે માં જગદંબાની આરાધના મુગ્ધભાવે કરતા હતા અને તેમની આગવી સ્ટાઈલ અને આગવા અંદાજમાં દાંડયારાસ રમતા હતા. ત્યારે સમગ્ર પરીસરમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. આંખમાં હર્ષ આંસુની સાથે રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયા અને સાથી ટીમે સેવાની આ તક આપવા બદલ સેતુ સંસ્થા તેમજ દિવ્યાંગ બાળકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

આજે અંતીમ નોરતે ખેલૈયાઓ વચ્ચે બરાબરીનો જંગ જામનાર છે. નિર્ણાયકો માટે પણ પ્રિન્સ–પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતની કેટેગરીના વીજેતાઓ નકકી કરવા ખૂબ દુષ્કર થઈ જતાં હોય છે. આજના અંતીમ નોરતે, અંતીમ સ્પર્ધા બાદ, સૌ ફાયનાલીસ્ટો વચ્ચે આવતીકાલે ભભબેસ્ટ ઓફ ધી બેસ્ટ રઘુવંશીભભ ફાઈનલ સ્પર્ધા યોજાશે.

 વીરપુર જાવું કે સતાધાર જવું, આસોની અંજવાણી, રમતો ભમતો જાય રઘુકુળનો ગરબો, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્મે. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તરીમાં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો અકિલા રઘુવંશી બીટસમાં ખેલૈયાઓને આનંદ કરાવી રહયાં છે.

રઘુવંશી બીટસના આયોજનને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે. સુરક્ષીત, સુસંસ્કૃત પારીવારીક વાતાવરણમાં ૬૦૦૦ થી વધુ ખેલૈયાઓ રાસની રમઝટ સાધુ વાસવાણી રોડ ઉપર, રાજપેલેસની સામે, રાજકોટ ખાતે માણી રહ્યા છે.

રાસોત્સવમાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજરી આપી સોનામાં સુગંધ ભેળવી રહયાં છે. રઘુકૂળ યુવા ગુ્રપના મિતેશભાઈ રૂપારેલીયા તથા સાથી ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, ધવલભાઈ ચેતા અને સાથી ટીમ આ મહેમાનોની આગતા સ્વાગતામાં સતત ખડેપગે રહે છે. આઠમાં નોરતે માનવંતા અતિથિઓ તરીકે કાશ્મીરાબેન નથવાણી બકુલભાઈ નથવાણી, મીતલ ખેતાણી, ડીમ્પલબેન ખેતાણી, દિલીપભાઈ સોમૈયા, જાગૃતિબેન સોમૈયા, રવીભાઈ કકકડ, હિનાબેન કકકડ, દિનેશભાઈ રાડીયા, જીતુભાઈ ગણાત્રા, કિરણબેન ગણાત્રા, વિજયભાઈ કારીયા, કિરણભાઈ બાટવીયા, અલ્કાબેન ઠકકર, પૂર્વીબેન સાકરીયા, સાકરીયા દિવ્યેશભાઈ, વિનોદભાઈ ઠકકર, નિરજભાઈ અઢીયા, હિનાબેન સૂચક, પ્રજ્ઞેશભાઈ સુચક, હેમલભાઈ જાની, કલ્પનાબેન જાની, ભકિતબેન ગણાત્રા, દિપ્તીબેન ગણાત્રા, જોબનપુત્રા હર્ષાબેન, જોબનપુત્રા કમલેશભાઈએ ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

આઠમાં નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગુ્રપ–એ માં  પ્રિન્સ તરીકે સેતા પ્રિયાંશુ, સેજપાલ ઓમ, નથવાણી યુગ, રવાણી ધાર્મિક, ગઢીયા તીર્થ તથા પ્રિન્સેસ તરીકે પૂજારા અક્ષિતા, નંદાણી આયુષી, નથવાણી સારા, ઠકકર ગુંજન, સેદાણી યસ્વી વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ પંડીત આકાશ  તથા પ્રિન્સેસમાં વૃષ્ટિ રૂઘાણી તથા ગુ્રપ –બી માં પ્રિન્સ તરીકે કકકડ મનન, અમલાણી દર્શન, સજીયાણી કૃતીક, દતાણી સાગર, દાવડા પરેશ તથા પ્રિન્સેસ તરીકે પુજારા પૃષ્ટિ, ગાદોયા ઉન્નતિ, ગંદા ધુ્રવી, બલદેવ શીખા, અનામ હાર્દિ વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં મૌલી ભૌતિક તથા હિરલ કટારીયા  તથા સી–ગુ્રપમાં પ્રિન્સેસ તરીકે બલદેવ રવીભાઈ તથા અનામ ભારતીબેન વિજેતા બન્યા હતાં તથા સ્પેશ્યલ પ્રાઇઝ ઇનામમાં નીરવ રૂપારેલીયા તથા ડે–સ્પેશ્યલ ગુ્રપ પ્રાઈઝમાં શ્યામ ચતવાણી ગુ્રપ વિજેતા બન્યા હતાં.

જજ તરીકે રાધીકાબેન વિઠૃલાણી, ઋતુજાબેન ચેતા, બિંદીયાબેન અમલાણી તથા બિજલબેન ચંદારાણા, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, પોતાની તટસ્થ સેવા આપી રહયાં છે. વિશાળ મેદાનમાં રાખેલુ સેલ્ફી ઝોન આર્કષણનું કેન્દ્ર બની રહયું છે.  ખેલૈયાઓ સેલ્ફી ઝોનમાં ફોટા પડાવવા માટે પડાપડી કરી રહયાં છે. 

શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સંયોજક મિતેશ રૂપારેલીયા અને આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, નિલેશભાઈ તન્ના, ધવલભાઈ ચેતા, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠૃલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ,  વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધીકાબેન વિઠૃલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રીઘ્ધીબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પુજાબેન કુંડલીયા સહિતના કાર્યકરોની ટીમ સમગ્ર સતત ખડેપગે તેમજ સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગુ્રપના મિતેશ રૂપારેલીયા (મો.૮૦૦૦૯ ૧૦૦૦૯)ના નેતૃત્વમાં  કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, નિરવ રૂપારેલીયા, ધર્મેન્દ્ર કારીયા, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાંઉ), આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, દર્શન જીવરાજાની, સંદીપ ગંદા, જૈવીન વિઠૃલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમીત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મિત સેજપાલ, સંદીપ ગોવાણી, પ્રશાંત પુજારા, જય ઘેલાણી, હિનેર અનડકટ, જેકી કકકડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા, મિહીર ધનેશા વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે.

વિશેષ વિગતો માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ર૭૯૭૯, મો. ૯૦૬૭૪૯૩૪પ૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)