Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

દશેરાની ખરીદી દેખાણી : જાંબુ, બરફી, થાબડી, જલેબી, ફાફડાની સોડમ પ્રસરી

રાજકોટ : આજે નવમુ નોરતુ અને દશેરા સાથે છે. વિજયા દશમી નિમિતે મીઠાઇની બજારોમાં ખરીદી નીકળી પડી હતી. જલેબી ફાફડા તો સૌરાષ્ટ્રીયનો માટે હોટ ફેવરીટ છે. આજે સવારથી જ ગરમા ગરમ જલેબી, ફાફડાના તાવડા ધમધમી ઉઠયા હતા. આસુરી શકિત ઉપર દૈવીશકિતના વિજયના આ પર્વે લોકોએ મીઠા મોઢા કરવા ગુલાબ જાંબુ, બરફી, થાબડી, હલવો, મીઠા સાટા સહીતની મીઠાઇની ધુમ ખરીદી કરી હતી. રાજકોટની મીઠાઇ બજારોમાં જામેલી રોનક તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

(3:51 pm IST)