Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શિવાય ગ્રુપ અને પાર્થરાજ કલબ દ્વારા કાલે બાય બાય નવરાત્રી

રાજકોટ,તા.૧૮: શિવાય ગ્રુપ એન્ડ પાર્થરાજ કલબ દ્વારા તા.૧૯ના શુક્રવારે બાય બાય નવરાત્રી- ૨૦૧૮નું આયોજન પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાનામવા મૈન રોડ બાંબુ બીટ્સના ગ્રાઉન્ડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

જેમાં બોમ્બેના સુપ્રસિદ્ધ બાંબુ બીટ્સ ઓરકેસ્ટ્રાના મધુર કર્ણપ્રિય અવાજ દ્વારા રાસ ગરબાના ગીતો રાજકોટના યુવા ખેલૈયાઓ સમક્ષ પીરસશે. બાબુ બીટ્સના ગ્રાઉન્ડમાં સાત હજાર જેટલા ખેલૈયાઓનો સમાવેશ થઈ શકે છે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ લાઈટ ડેકોરેશન ઓરકેસ્ટ્રા પારિવારિક વાતાવરણમાં સૌ ખેલૈયાઓ રમી શકે તે માટે સિકયોરીટીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ૨૦૦ થી વધારે ઈનામો આપવામાં આવશે. પાસની સાથે નાસ્તાનું કુપન ફ્રી મા આપવામાં આવશે. પાસ માટે બામ્બુ બિટ્સના મેદાન ઉપર કરવો.

આયોજકો દીપક ટાંક, રાજ ગઢવી, સંજય ટાંક, ડીજે હસુ ટાંક, દિવ્યેશ વાઢેર, રૂપેશ તેરૈયા, હિતેશ આહીર, રાજુ ગોકાણી, હિતેશ ટાંક, આનંદ ટાંક, મનોજ પારેખ, ધર્મેન્દ્ર કુકડીયા જોડાયા છે. પાસ તેમજ વધુ વિગતો માટે મો.૮૦૦૦૦ ૭૯૦૦૬/ ૯૮૭૯૮ ૭૯૭૧૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૩૦.૭)

(3:50 pm IST)