Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રે પાવા તે ગઢથી ઉતર્યા ''માં'' અંબિકા પાર્કમાં રે લોલ...

માતાજીના નવલા નોરતામાં અર્વાચીન રાસોત્સવો વચ્ચે પ્રાચીન-પરંપરાગત ગરબીમાં આજે પણ સંસ્કૃતિ સચવાયેલ રહે છે. શહેરના રૈયા રોડ ઉપર આવેલ અંબીકા પાર્ક ખાતે માતાના ભાવપુર્વક ગુણગાન છેલ્લા ૨૬ વર્ષથી ગાવામાં આવે છે. અંબીકાપાર્ક ફલેટ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા આયોજીત અને આત્મીય યુવા  ગ્રુપ દ્વારા  સંચાલીત ગરબીમાં વિવિધ ગરબાઓ ઉપર બાળાઓ માતાજીની નવ-નવ દિવસ ભકિત ભાવ પુર્વક ગરબે રમી આરાધના કરે છે. અંબિકા પાર્ક ખાતે સોનાનો ગરબો અને રૂપાની ઇંઢોણી, ઘમ રે ઘમ ઘંટી, આશાપુરા પર્ધાયા મારે ઘેર, ઘોડાગાડી હો ઘોડાગાડી, નવદુર્ગા રાસ, શ્રીનાથજીની ઝાંખી, મહિસાસુર રાસ અને ખાસ આકર્ષક  અઘોર નગારાનો રાસ રજુ કરવામાં આવે છે. ઉપરાંત બાળકો પણ અવનવા રાસ રજુ કરે છે. અંબિકા પાર્ક ફલેટ હોલ્ડર્સ એસોસીએશના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરીશ્રી પ્રતાપભાઇ વોરા , ખજાનચીશ્રી યશવંતભાઇ ભટ્ટ અને શ્રી રમેશભાઇ વિરમગામાના માર્ગદર્શન હેઠળ મનસુખભાઇ ઘેટીયા, નરેશભાઇ ડોડીયા, લલીતભાઇ મહેતા, કિશોરભાઇ કકકડ, ડી.સી.રાવલ, જયેશભાઇ માવાણી, હરેન્દ્રભાઇ વિઠ્ઠલાણી, છગનબાપા, દામોદરભાઇ પટેલ, દિનેશભાઇ ધમસાણીયા, ભરતભાઇ દેવાણી, મયુરભાઇ જોશી તથા આત્મીય યુવા ગ્રુપના જયેશ  અઢીયા, આસીત વિરમગામા, ચેતન અનડા, કલ્પેશ ઠકકડ, ધ્રુમીલ પારેખ, દિપક સરવૈયા, મિતેષ વોરા,ધર્મદીપસિંહ ઝાલા, ધર્મીલ હિન્ડોચા, પૂર્વીત મહેતા, વિરાજ અઢીયા, નમન,  સ્મિત શેઠ, હોમી, ગૌરવ ધ્રુવ,  ધર્મિલ કકકડ, ભાર્ગવ મોઢા, અંકીત પટેલ, હર્ષીલ કોઠારી, જય પોપટ, ચંદ્રેશ પોપટ,જય તન્ના, ઓમ સરવૈયા, સચીન ભટ્ટી, રૂષી જોશી, સહિતના જહેમત ઉઠાવી રહયા છે. બાળઓને બ્રીજલ જોબનપુત્રા, કલ્યાણી શાહ, અવની જોબનપુત્રા, બંસરી મોઢા, કિંજલ જોબનપુત્રા, હેતલબેન મજીઠીયા, વીનીશાબેન મોદી, કૃપાબેન દેવાણી તથા ઉર્વીબેન મોદી તાલીમ આપી રહયા છે. ઉપરાંત બાળકોના રાસ ધર્મીલ હિન્ડોચા, ઓમ સરવૈયા તથા વિરાજ અઢીયાએ તૈયાર કરાવ્યા છે. કમલ કલા વૃંદ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી રહી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:48 pm IST)