Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

મવડી પ્લોટ ૨૫૦૦ બાળાઓને પ્રસાદ- લ્હાણી

 રાજકોટઃ નવરાત્રી પર્વ નિમિતે દુર્ગાષ્ટમીના દિવસે નવલનગર વિસ્તારમાં મવડી પ્લોટ વિસ્તારની તમામ ગરબી મંડળની બાળાઓને ભોજન તથા લાણી વિતરણનો કાર્યક્રમ મવડી વિસ્તારના માતાજીના ભકત તથા જયોતિ કલબ, મધુરમ કલબના સક્રિય સભ્ય મેહુલભાઈ નાથાભાઈ ખાંડેખા પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૨૫૧થી વધુ ગરબી મંડળની બાળાઓ ૨૫૦૦થી વધુ બાળાઓને ભોજન પ્રસાદ સાથે લાણી વિતરણ કરવામાં આવ્યુ હતું. ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર યુવા પ્રમુખ પ્રદિપભાઈ ડવ, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડ નંબર-૧૧ના ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ પાઘડાર, વોર્ડનંબર-૧૩ ભાજપ પ્રમુખ હસુભાઈ ચોવટીયા, ડી.સી.બી., પી.એસ.આઈ ઉનડકટ, અકિલા પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઈ બગથરીયા, કોર્પોરેટર નિતિનભાઈ રામાણી, વોર્ડનંબર- ૧૧ ભાજપ મહામંત્રી સંજયભાઈ દવે, પોલીસ ઈન્સ્પેકટર એસ.આર. ખાંડેખા, નિવૃત પોલીસ ઈન્સ્પેકટર જારીયા વગેરેએ હાજર રહીને બાળાઓને લાણી વિતરણ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પરિવારના મોભી નાથાભાઈ ખાંડેખા, બાબુભાઈ ખાંડેખા, મેહુલભાઈ ખાંડેખા, શહેર ભાજપ કારોબારી સભ્ય સંજયભાઈ ખાંડેખા, સાધાભાઈ બોરીચા વિજયભાઈ ખાંડેખા, વલ્લભભાઈ માવલા, મનોજભાઈ માવલા વગેરેએ જહેમત ઉઠાવી હતી. બાળાઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા વોર્ડ નંબર-૧૧ યુવા ભાજપ પ્રમુખશ્રી જયભાઈ બોરીચા વિનયભાઈ બોરીચા, પારસભાઈ માવલા તથા પરિવારના યુવાનોએ સંભાળી હતી.

(3:47 pm IST)
  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST